અનન્યા પાંડેએ રાહુલ મિશ્રાના બ્રૉન્ઝ ગાઉનમાં ગ્લૅમરસ લુક રજૂ કર્યો. તેણે અંદાજે ૧૬ કરોડ રૂપિયાની ૧૮ કૅરૅટ રોઝ ગોલ્ડ પીઅઝે ઘડિયાળ સાથે લુકને કમ્પ્લીટ કર્યો.
અનન્યા પાંડે
અનન્યા પાંડેએ બીજી સપ્ટેમ્બરે યોજાયેલી એક ઇવેન્ટમાં ડિઝાઇનર રાહુલ મિશ્રાનું બ્રૉન્ઝ ગાઉન પહેરીને પોતાની સ્ટાઇલનો અલગ જ અંદાજ રજૂ કર્યો. આ લુકને તેણે અત્યંત વૈભવી સ્વિસ બ્રૅન્ડ પીઅઝેની ઘડિયાળ અને સ્ટેટમેન્ટ સૅન્ડલ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો. અનન્યાએ પોતાના સ્ટાઇલિંગને ખૂબ જ મિનિમલ રાખ્યું અને આખું ધ્યાન ગાઉન પર જ રહે તે રીતે લુક તૈયાર કર્યો હતો. આ આઉટફિટ સાથે અનન્યાએ પહેરેલી પીઅઝે બ્રૅન્ડની ઘડિયાળની કિંમત અંદાજે ૧૬ કરોડ રૂપિયા છે. આ ઘડિયાળ ૧૮ કૅરૅટ રોઝ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે અને એનો વૉર્મ ઑરેન્જ અને રોઝ ગોલ્ડ ટોન ગાઉન સાથે ખૂબ જ સુંદર રીતે મેળ ખાતો હતો.
