રેકૉર્ડ બનાવવા માટે ક્રિસ્ટો સામે માત્ર વજન ખેંચવાનો જ પડકાર નહોતો, ૪૪,૦૦૦થી વધુ કિલો વજન ૨૦ મીટર સુધી ખેંચી જવા માટે તેમની પાસે માત્ર ૩૦ સેકન્ડ જ હતી. ક્રિસ્ટો મસ્કોવ ૨૦ વર્ષથી ઍથ્લીટ છે.
બલ્ગેરિયાના ઍથ્લીટ ક્રિસ્ટો મસ્કોવે વિમાન ખેંચવાનો રેકોર્ડ બનાવ્યો
બલ્ગેરિયાના ઍથ્લીટ ક્રિસ્ટો મસ્કોવે ઍરબસ A320 પ્લેનને ૨૦ મીટર સુધી ખેંચીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. પ્લેનનું વજન લગભગ ૪૫ ટન હતું. આ ભારેખમ વજન ક્રિસ્ટોએ જસ્ટ ૨૩.૨૫ સેકન્ડમાં ખેંચી લીધું હતું. ઍરબસ A320 પ્લેન લગભગ ૧૮૦ મુસાફરો બેસી શકે એવડું હોય છે અને એનું વજન ૪૪,૪૬૦ કિલો હોય છે. રેકૉર્ડ બનાવવા માટે ક્રિસ્ટો સામે માત્ર વજન ખેંચવાનો જ પડકાર નહોતો, ૪૪,૦૦૦થી વધુ કિલો વજન ૨૦ મીટર સુધી ખેંચી જવા માટે તેમની પાસે માત્ર ૩૦ સેકન્ડ જ હતી. ક્રિસ્ટો મસ્કોવ ૨૦ વર્ષથી ઍથ્લીટ છે અને સ્ટ્રૉન્ગમૅનની સ્પર્ધાઓમાં વિશ્વ અને યુરોપમાં ચૅમ્પિયન રહી ચૂક્યા છે. પહેલાં આ રેકૉર્ડ બ્રિટનના માર્ક જીન્સ નામના સ્ટન્ટમૅનના નામે હતો. તેણે ૨૦૨૧માં ૩૧.૩ સેકન્ડમાં આ પ્લેન ખેંચ્યું હતું.
