સાસુ જયા બચ્ચન સાથે પણ ઐશ્વર્યાના સંબંધો ઠીક નથી. તેમના ઝઘડામાં અભિષેક પણ હંમેશાં પેરન્ટ્સનો સાથ આપતો હતો એવું જાણવા મળ્યું છે.
ગઈ કાલે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની મમ્મી વૃંદા રાય એક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં.
ઐશ્વર્યા રાય બચ્ચન હસબન્ડ અભિષેક બચ્ચનને છોડીને તેની મમ્મીના ઘરે શિફ્ટ થઈ હોવાના સમાચાર છે. એવું જાણવા મળ્યું છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે છેલ્લા થોડા સમયથી સંબંધો વણસ્યા છે. બચ્ચન પરિવારમાં તનાવ હોવાનું ઘણા વખતથી સાંભળવા મળ્યું હતું. સાસુ જયા બચ્ચન સાથે પણ ઐશ્વર્યાના સંબંધો ઠીક નથી. તેમના ઝઘડામાં અભિષેક પણ હંમેશાં પેરન્ટ્સનો સાથ આપતો હતો એવું જાણવા મળ્યું છે. આ જ કારણસર અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે મતભેદ વધી ગયા હતા. આ પરિવાર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે અભિષેક અને ઐશ્વર્યા તેમની દીકરી આરાધ્યાને કારણે સાથે રહેતાં હતાં. જોકે હવે સ્થિતિ નિયંત્રણ બહાર જતાં ઐશ્વર્યાએ આ ફાઇનલ ફેંસલો લીધો હોવાનું મનાય છે. એવું પણ બની શકે કે ટૂંક સમયમાં આ બન્ને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. તાજેતરમાં જ શ્વેતા બચ્ચનના દીકરા અગસ્ત્ય નંદાની પહેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના પ્રીમિયર વખતે આખો બચ્ચન પરિવાર સાથે આવ્યો હતો. સાથે જ ચર્ચા તો એવી પણ હતી કે અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયામાં ઐશ્વર્યાને અનફૉલો કરી લીધી હતી. જોકે વાસ્તવિકતા એ હતી કે અમિતાભ બચ્ચને કદી પણ તેને ફૉલો નહોતી કરી. પરિવારના તનાવ વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી નથી મળી, પણ આ સમાચાર વચ્ચે ગઈ કાલે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની મમ્મી વૃંદા રાય એક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં.
પરિવાર સાથે તિરુપતિ પહોંચી દીપિકા
ADVERTISEMENT
દીપિકા પાદુકોણ તેની ફૅમિલી સાથે તિરુમાલાના વેન્કટેશ્વર મંદિરે દર્શન કરવા ગઈ હતી. તે ઉઘાડા પગે મંદિરની સીડીઓ ચડી હતી. તેની સાથે તેના પેરન્ટ્સ અને બહેન અનિશા પાદુકોણ પણ હતાં. એનો વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. દીપિકાની ‘ફાઇટર’ આવતા મહિને રિલીઝ થવાની છે. એ પહેલાં તેણે બાલાજી ભગવાનના આશીર્વાદ લીધા છે. દીપિકાએ બેજ કલરનો ડ્રેસ પહેર્યો હતો અને કાનમાં મોટી ઇઅર-રિંગ્સ પહેરી હતી. તેની સાથે તેની સિક્યૉરિટી ટીમ પણ હતી.
‘ખામોશિયાં’ મારી કરીઅરની ખૂબ જ હલકી કક્ષાની હૉરર ફિલ્મ હતી : અલી ફઝલ
અલી ફઝલે ‘ખામોશિયાં’ને હલકી હૉરર કૉમેડી ફિલ્મ કહી છે. આ ફિલ્મને વિક્રમ ભટ્ટે ડિરેક્ટ કરી હતી. અલીને આ ફિલ્મમાં કામ કરવાનો પસ્તાવો થઈ રહ્યો છે. વિક્રમ ભટ્ટે અગાઉ ‘રાઝ’, ‘હૉન્ટેડ’, ‘1920’ અને ‘ક્રીચર 3D’ બનાવી હતી. આ જ કારણસર અલીએ ‘ખામોશિયાં’માં કામ કર્યું હતું. જોકે હવે તેણે આ ફિલ્મની નિંદા કરી છે. એ ફિલ્મ વિશે અલી ફઝલે કહ્યું કે ‘આ ફિલ્મને ડિરેક્ટ કરવા માટે વિક્રમ ભટ્ટની એન્ટ્રી થઈ હતી. આ ફિલ્મ હલકી કક્ષાની હૉરર બની હતી, પરંતુ ગીતો સારાં હતાં. અરિજિત સિંહનાં ગીતો હિટ્સ બની ગયાં હતાં.’
વાઇફને પજવવી ગમે છે ઇમરાન હાશ્મીને

ઇમરાન હાશ્મીની ૧૭મી મૅરેજ-ઍનિવર્સરી તેણે સેલિબ્રેટ કરી છે. ઇમરાને તેની વાઇફ પરવીન શાહ સાથેના કેટલાક ફોટો શૅર કર્યા છે. લગ્ન પહેલાં ત્રણ વર્ષ સુધી બન્નેએ એકબીજાને ડેટ કર્યાં હતાં. વાઇફ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઇમરાને કૅપ્શન આપી હતી, ‘તું હંમેશાં મારી હૅપી પ્લેસ રહીશ. છેલ્લાં ૧૭ વર્ષથી તને પજવવાની મજા આવે છે (ખરેખર તો વીસ વર્ષ જ્યારથી આપણે ડેટ કરવાનું શરૂ કર્યું હતું). છેલ્લા ફોટોમાં તો તું નારાજ દેખાય છે. હૅપી ઍનિવર્સરી બેબી.’


