અલીની ઇચ્છા છે કે તે વાઇફ રિચા અને બાળકની સાથે વધુ સમય પસાર કરે.
અલી ફઝલ અને રિચા ચઢ્ઢા
અલી ફઝલ અને રિચા ચઢ્ઢા જુલાઈમાં પેરન્ટ્સ બનવાના છે. એને જોતાં અલીની ઇચ્છા છે કે તે વાઇફ રિચા અને બાળકની સાથે વધુ સમય પસાર કરે. પહેલા બાળકને લઈને બન્ને ખૂબ એક્સાઇટેડ છે. રિચાએ અગાઉ પ્રેગ્નન્સીનો અનુભવ શૅર કરતા જણાવ્યું હતું કે તેને હેલ્ધી ફૂડ, ટમેટાં, ખારા પદાર્થો અને ઑલિવ્સ ખાવાની ઇચ્છા થતી હતી. અલીની વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર 3’ પાંચ જુલાઈએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. ૩૦ જૂન સુધી અલી પોતાનાં તમામ પેન્ડિંગ કામો પૂરાં કરી લેશે. તે ચારથી પાંચ અઠવાડિયાંનો બ્રેક લેવાનો છે. તે ‘મેટ્રો ઇન દિનોં’ અને ‘લાહોર 1947’માં દેખાવાનો છે અને એનું મોટા ભાગનું શૂટિંગ તે પૂરું કરવાનો છે. બાદમાં ઑગસ્ટથી ફરી તે કામ શરૂ કરવાનો છે. બાળકને જન્મ આપ્યા બાદ રિચા ઑક્ટોબરમાં કામ શરૂ કરશે એવુ તે અગાઉ કહી ચુકી છે. રિચાએ કહ્યું હતું કે બાળકના જન્મ પછી અલી હંમેશાં તેની અને બાળકની પડખે ઊભો રહેવાનો છે અને અમારી સાથે સમય પસાર કરશે.
સાત વર્ષના લીપ બાદ ભાવિકા શર્માનો નવો લુક, ગુમ હૈ કિસીકે પ્યાર મેંમાં બની છે મૅચ્યોર
ADVERTISEMENT
‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ સિરિયલે સાત વર્ષની લીપ લીધો છે. એમાં સવીનો રોલ કરનાર ભાવિકા શર્માનો લુક મૅચ્યોર છે. તે હવે કૉલેજ સ્ટુડન્ટ નથી રહી જે ક્યારેક ટ્રેન્ડી કપડાં પહેરતી હતી. તે હવે સાડી પહેરે છે. આ શો સ્ટાર પ્લસ પર રાતે ૮ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. પોતાના આ લુક વિશે ભાવિકા કહે છે, ‘સવીનું કૅરૅક્ટર હટકે હતું અને હવે સાત વર્ષના લીપ બાદ તેનો લુક બદલાયો છે. અગાઉ સવી કૉલેજની સ્ટુડન્ટ હતી. તે મૉડર્ન હતી. જોકે હવે સાત વર્ષ પસાર થતાં તે મૅચ્યોર બની છે. સાડી પહેરે છે, કાજલ અને બિંદી લગાવે છે. સવીનો નવો લુક સિમ્પલ અને જાજરમાન લાગે છે. એ જ એની સુંદરતા છે. આ લુકને તો હું પણ એન્જૉય કરું છું. એ કમ્ફર્ટેબલ અને ક્લાસી છે.’
ફ્રેન્ડ્સ ફૉરેવર

આશા પારેખ, હેલન અને વહીદા રહમાન વીતેલા જમાનાની ઉમદા અદાકારાઓ છે. આ ત્રણેય હાલમાં શ્રીનગરના કુદરતી સૌંદર્યનો આનંદ લઈ રહી છે. એ ફોટો આશા પારેખે શૅર કર્યો છે. અગાઉ તેમણે બ્રેકફાસ્ટ કરતો ફોટો શૅર કર્યો હતો. હવે હાઉસબોટની અંદરનો ફોટો શૅર કર્યો છે. પોતાની ટ્રિપનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આશા પારેખે કૅપ્શન આપી, ‘શ્રીનગરમાં હાઉસબોટનો આનંદ લઈ રહ્યાં છીએ. ફ્રેન્ડ્સ ફૉરેવર. ફ્રેન્ડ્સ એક પરિવાર જેવા છે.’
સાત વર્ષના લીપ બાદ ભાવિકા શર્માનો નવો લુક, ગુમ હૈ કિસીકે પ્યાર મેંમાં બની છે મૅચ્યોર
‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ સિરિયલે સાત વર્ષની લીપ લીધો છે. એમાં સવીનો રોલ કરનાર ભાવિકા શર્માનો લુક મૅચ્યોર છે. તે હવે કૉલેજ સ્ટુડન્ટ નથી રહી જે ક્યારેક ટ્રેન્ડી કપડાં પહેરતી હતી. તે હવે સાડી પહેરે છે. આ શો સ્ટાર પ્લસ પર રાતે ૮ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. પોતાના આ લુક વિશે ભાવિકા કહે છે, ‘સવીનું કૅરૅક્ટર હટકે હતું અને હવે સાત વર્ષના લીપ બાદ તેનો લુક બદલાયો છે. અગાઉ સવી કૉલેજની સ્ટુડન્ટ હતી. તે મૉડર્ન હતી. જોકે હવે સાત વર્ષ પસાર થતાં તે મૅચ્યોર બની છે. સાડી પહેરે છે, કાજલ અને બિંદી લગાવે છે. સવીનો નવો લુક સિમ્પલ અને જાજરમાન લાગે છે. એ જ એની સુંદરતા છે. આ લુકને તો હું પણ એન્જૉય કરું છું. એ કમ્ફર્ટેબલ અને ક્લાસી છે.’
લંડનમાં બેબીમૂન એન્જૉય કરતાં દેખાયાં રણવીર-દીપિકા

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લંડનમાં બેબીમૂન એન્જૉય કરી રહ્યાં છે. તેમનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં રણવીરનો હાથ પકડીને દીપિકા ચાલતી દેખાય છે. તે બન્ને એક કૅફેમાંથી બહાર નીકળતાં દેખાય છે. સાથે જ તેમની સાથે તેમના બે બૉડીગાર્ડ્સ પણ દેખાય છે. પ્રેગ્નન્સીની જાહેરાત બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. સપ્ટેમ્બરમાં દીપિકા બાળકને જન્મ આપવાની છે.