ઍક્ટર તરીકે પોતાના વિકાસ વિશે અલી ફઝલે કહ્યું...
અલી ફઝલ
અલી ફઝલના છ પ્રોજેક્ટ આ વર્ષે રિલીઝ થવાના છે. એમાં એક હૉલીવુડની ફિલ્મ ‘અફઘાન ડ્રીમર્સ’ પણ સામેલ છે. ગયા વર્ષે હૉલીવુડમાં રાઇટર્સની સ્ટ્રાઇક હતી અને એને કારણે ફિલ્મ પર અસર પડી હતી. અલી પાસે ભારતના પણ કેટલાક પ્રોજેક્ટ હતા. એથી તેનું માનવું છે કે આ વર્ષ તેના માટે અતિશય ખાસ છે. સાથે જ ડિરેક્ટર્સને કારણે તેને અલગ અને નવી રીતે પર્ફોર્મ કરવાની તક મળી છે. તે વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર 3’, ફિલ્મો ‘મેટ્રો ઇન દિનોં’, ‘ઠગ લાઇફ’, ‘લાહોર 1947’ અને એક અનટાઇટલ્ડ પ્રોજેક્ટ છે. વિવિધ પ્રોજેક્ટ્સ વિશે અલી ફઝલ કહે છે, ‘ગ્લોબલ રાઇટર્સની સ્ટ્રાઇક છતાં આ વર્ષ મારા માટે અતિશય મહત્ત્વનું રહ્યું છે. મારે ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટમાંથી બ્રેક લેવો પડ્યો હતો, પરંતુ મારા જીવનમાં ખૂબ કૃપા રહી છે કે મને એક્સાઇટિંગ તકો મળતી રહી. મને વિવિધતાથી ભરેલા રોલ કરવાની તક મળી. ખાસ કરીને તો ‘મિર્ઝાપુર’, જે લાંબા ફૉર્મેટનો શો છે, એમાં હું ઘણાં વર્ષોથી કામ કરું છું. અમને આગળ વધવું ગમે છે અને જે પણ ડિરેક્ટરો સાથે મેં કામ કર્યું તેમણે મારા પર્ફોર્મન્સને નવી અને અલગ રીતે દેખાડવા માટે મને પ્રેરિત કર્યો છે.’


