'લાલ સિંહ ચડ્ઢા'ના સેટ પરથી લીક થયો આમિરનો લૂક, ફરી દેખાયો અલગ અંદાજમાં
બોલીવુડ એક્ટર આમિર ખાને ઇન્ડસ્ટ્રીમાં કેટલીય હિટ ફિલ્મો આપી છે. આમિર જ્યારે પણ કોઇક ફિલ્મનું શૂટિંગ કરે છે તો સંપૂર્ણપણે પાત્રમાં પોતાને ઢાળવાનો પ્રયત્ન કરે છે. હાલ તે પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આમિર ખૂબ જ અલગ અંદાજમાં દેખાવાના છે. આમિર હજી હિમાચલ પ્રદેશમાં ફિલ્મની શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મના સેટ પરથી આમિરના લૂકની તસવીરો પણ સામે આવી ચૂકી છે.
ADVERTISEMENT
ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'માંથી આમિરની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 'લાલ સિંહ ચડ્ઢા'માંથી આમિરના લૂકની તસવીરો તેના ફેન ક્લબે શૅર કરી છે. આ તસવીરોમાં આમિર પોતાની ફિલ્મના પાત્રમાં દેખાઇ રહ્યો છે. તસવીરમાં આમિરનો નવો લૂક દેખાઇ રહ્યો છે. તસવીરમાં તમે જોઇ શકો છો કે આમિર ટૉમ હૈંક્સના ગેટઅપમાં દેખાઇ રહ્યો છે. તો આમિરની દાઢી ખૂબ જ વધી ગયેલી દેખાઇ રહી છે. તેણે જીન્સ અને ટી શર્ટ પહેરી રાખ્યું છે સાથે જ કેપ પણ લગાડેલી છે.
આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ
જણાવીએ કે ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'માં આમિર ખાન સાથે બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર મુખ્ય પાત્રમાં દેખાશે. હિમાચલ પ્રદેશ પહેલા 'લાલ સિંહ ચડ્ઢા'ની શૂટિંગ કોલકાતામાં થઈ હતી. કોલકાતામાં શૂટિંગ દરમિયાન પણ આમિરનો લૂક વાયરલ થયો હતો. ચાહકોએ તેના આ લૂકને ખૂબ જ વખાણ્યો હતો. ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'ની વાત કરીએ તો આમાં આમિર ખાન અને કરીના કપૂર સાથે એક્ટર વિજય સેતુપતિ પણ મુખ્ય પાત્રમાં દેખાવાના છે. આ ફિલ્મ વર્ષ 1994માં રિલીઝ હોલીવુડમાં ફિલ્મ 'ફૉરેસ્ટ ગંપ'ના આધિકારિક રીમેક છે. મૂવીમાં આમિર એક્ટર ટૉમ હૈંક્સનું પાત્ર ભજવી રહી છે.