'સાંડ કી આંખ'ની શૂટિંગ દરમિયાન આ કારણે દાઝી ગયો ભૂમિ પેડણેકરનો ચહેરો
ભૂમિ પેડણેકર
આ કારણથી ભૂમિનો ચહેરો દાઝ્યો
ફિલ્મ અભિનેત્રી ભૂમિ પેડણેકર તાજેતરમાં ફિલ્મ સાંડ કી આંખની શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તે એક વૃદ્ધ મહિલાનું પાત્ર ભજવે છે. દરમિયાન તેના ચહેરા પર દરરોજ પ્રોસ્થેટિક મેકઅપ કરવામાં આવે છે. જેને કરવામાં પૂરા 3 કલાક લાગે છે. આ કારણે તેના ચહેરા પર ચિંતાજનક ફોલ્લા પડી ગયા છે.
ADVERTISEMENT
ભૂમિએ સોશીયલ મીડિયામાં શેર કર્યો ફોટો
ભૂમિના ચહેરાનો એક ફોટો શેર થયો છે. જેમાં ભૂમિ પેડણેકરનો ચહેરો મેકઅપને કારણ દાઝી ગયો હોય તેવા ડાઘ દેખાય છે. કોઇપણ કલાકાર માટે તેનો ચહેરો ખૂબ જ મહત્વપૂરણ હોય છે. નોંધનીય છે કે ભૂમિ પેડણેકર ફિલ્મ સાંડ કી આંખમાં ચંદ્રો તોમરની ભૂમિકા ભજવે છે. તેની બહેન પ્રકાશી તોમરની સાથે મળીને વિશ્વની સૌથી મોટી ઊંમરની મહિલા શાર્પ શૂટર છે.
ઉ.પ્ર.માં ચાલી રહ્યું છે ફિલ્મનું શુટિંગ
ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં ફિલ્મની શૂટિંગ થઇ રહી છે અને શૂટિંગ માટે 3 કલાક મેકઅપ કરવું પડે છે અને ઉત્તર પ્રદેશની ગરમીમાં 8 કલાકથી વધુ સમય સુધી શૂટિંગ કરવામાં આવી રહી છે. આ ગરમી અને ધૂળ વચ્ચે પણ તેણે ફિલ્મનું શૂટીંગ ચાલું રાખ્યું હતું.
આ પણ વાંચો : અજય દેવગન પર ભડકી કંગનાની બહેન, આલોકનાથ સાથે ફિલ્મ કરવા પર સંભળાવ્યું
આ બાબતે વાત કરતાં ભૂમિ પેડણેકરે કહ્યું કે, "તેની ચામડીને જે નુકસાન થયું છે તેનાથી બચાવ માટે ફક્ત એલોવેરાનો ઉપયોગ કરવાની સલાહ ડૉક્ટરોએ આપી છે. આ સિવાય તે અન્ય કોઇપણ ચામડીના રોગથી જોડાયેલી દવાઓને ઉપયોગ કરવા નથી માગતી. એક કલાકાર તરીકે આ ફિલ્મની ક્રિએટિવિટીથી સંતૂષ્ટ છે અને તેની ત્વચાનું દાઝવું આ ફિલ્મ માટે તેને ગૌરવાન્વિત બનાવે છે."