શમીને યાદ આવી રહી છે દીકરી આયરા

Published: Sep 15, 2020, 12:29 IST | IANS | Dubai

પત્ની કહે છે કે એ તો લોકોની સહાનુભૂતિ માટે ઢોંગ કરી રહ્યો છે

શમી
શમી

કિંગ્સ ઇલેવન પંજાબના બોલર મોહમ્મદ શમીને તેની દીકરી બહુ યાદ આવી રહી છે. વાસ્તવમાં લૉકડાઉનને કારણે ઘણા મહિનાથી તે પોતાની દીકરી આયરાને મળી શક્યો નથી. એક મુલાકાતમાં શમીએ આ વાતનો ખુલાસો કરતાં કહ્યું કે ‘મારી દીકરી દિવસે-દિવસે મોટી થઈ રહી છે અને હું તેને બહુ મિસ કરું છું.’
હાલના સમયમાં આયરા તેની મમ્મી હસીન સાથે સમય વિતાવી રહી છે. શમ્મીના ઇન્ટરવ્યુથી તેનાથી અલગ રહેતી તેની પત્ની હસીન ખૂબ ભડકી હતી અને કહ્યું હતું કે ‘આ બધા તેના ઢોંગ છે. બળાપો કાઢતાં તેણે કહ્યું કે ‘છેલ્લાં અઢી વર્ષથી દીકરી આયરા મારી સાથે રહે છે. આ દરમ્યાન તેણે એક પણ વાર મળવાની ઈચ્છા વ્યક્ત નથી કરી. ઈદ જેવા તહેવારમાં લોકો અજાણ્યા લોકોને પણ ભેટ આપતા હોય છે. જોકે શમ્મીએ તો દીકરીના ખબરઅંતર પણ નથી પૂછ્યા. ૧૭ જુલાઈએ આયરાના જન્મદિવસે ભેટ તો દૂર, ફોન કરીને શુભેચ્છા પણ નથી આપી. કાર્ટે નક્કી કરેલા દર મહિનાના ભરષપોષણના ૮૦,૦૦૦ રૂપિયા પણ તે સમયસર નથી આપતો. છેલ્લા બે મહિનાથી તો એક રૂપિયો નથી આપ્યો. દીકરી આયરા સાથે તેના ગામમાં રોકાઈ હતી ત્યારે તેણે પોલીસને બોલાવીને અમને ઘરની બહાર કાઢ્યાં હતાં ત્યારે દીકરીનો પ્રેમ કક્યાં ગયો હતો? અત્યારે તે લોકોની હમદર્દી માટે દીકરીને મિસ કરી રહ્યો હોવાનો ઢોંગ કરી રહ્યો છે.’
શમી હાલમાં કિંગ ઇલેવન પંજાબ વતી આઇપીએલની તૈયારીમાં વ્યસ્ત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK