Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીથી વોટ આપવા ખાસ વડોદરા ગયાં એ છતાં આ વડીલ દંપતીને મતદાન કરવા ન મળ્યું

બોરીવલીથી વોટ આપવા ખાસ વડોદરા ગયાં એ છતાં આ વડીલ દંપતીને મતદાન કરવા ન મળ્યું

08 May, 2024 08:21 AM IST | Mumbai
Darshini Vashi

વોટિંગ માટે જરૂરી તમામ પ્રૂફ હોવા છતાં વોટ કરવાથી બાકાત કેમ રહ્યાં?

દંપત્તિ

દંપત્તિ


એક મત દેશનું ભવિષ્ય બદલી શકે છે એની અમને જાણ છે અને એ માટે જ અમે ખાસ મુંબઈથી વડોદરા આગઝરતી ગરમીમાં આ ઉંમરે વોટિંગ કરવા ગયાં, પણ અમને અમારો મત આપવાનો અધિકાર ન મળી શક્યો એમ જણાવતાં ભાનુ કોઠારી કહે છે, ‘મારી ઉંમર ૭૮ વર્ષની છે અને મારા હસબન્ડની ઉંમર ૮૬ વર્ષ છે. અમને બન્નેને હેલ્થ-પ્રૉબ્લેમ છે. મારું હૃદય પચીસ ટકા જ ચાલુ છે, જ્યારે મારા હસબન્ડ સહારા વિના ચાલવા માટે અશક્ત છે. અમને બન્નેને અમારી છોકરીઓએ વડોદરા સુધી લાંબા થવાની ચોખ્ખી ના પાડી હતી તેમ જ ડૉક્ટરોએ પણ અમને હેલ્થની દૃષ્ટિએ લાંબી મુસાફરી કરવાની મનાઈ કરી હતી એમ છતાં મતદાનનું મહત્ત્વ અમને ખબર હોવાથી અમે ગયાં. ઘણી વખત એવું બને છે કે એક મતને લીધે આખી સરકાર બદલાઈ જાય. અમારે એવું નથી બનવા દેવું તેમ જ અમારા જેવા વયોવૃદ્ધ લોકોને મતદાન કરતાં જોઈને યુવાનોમાં મત કરવા પ્રત્યે ઉત્સાહ અને જોશ વધે એ પણ અમારો આશય હતો, પણ અમે નિષ્ફળ ગયાં હતાં. અમને અહીં સુધી હાડમારી કરીને અને કામ પડતાં મૂકીને આવવાનું દુઃખ નથી, પણ અમારો અધિકાર છીનવાઈ ગયો હોવાનું વધુ દુઃખ છે.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 08:21 AM IST | Mumbai | Darshini Vashi

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK