ફાઇનલ મૅચ ઘાટકોપર જૉલી જિમખાના અને રાઇઝિંગ સ્ટાર ફુટબૉલ ક્લબ (ભાયખલા) વચ્ચે રમાઈ હતી.
(ડાબેથી) લૉરેન્સ બિંગ, કોચ વૈભવ કપરે, રજનીકાંત શાહ, નલિન મહેતા, નિશીથ ગોળવાલા અને વિવેક ઝા.
ઘાટકોપર જૉલી જિમખાના મલ્ટી ટર્ફ સબ-કમિટી દ્વારા અધ્યક્ષ રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી તથા સમગ્ર ટ્રસ્ટીઓ અને મૅનેજમેન્ટ કમિટીના સદસ્યોના માર્ગદર્શન અને સહકારથી પ્રથમ U-12 ઇન્ટર-ક્લબ ફુટબૉલ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
મુંબઈની પ્રતિષ્ઠિત ૧૬ ક્લબોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ લીગ તથા નૉકઆઉટ પદ્ધતિથી રમાડવામાં આવી હતી. ફાઇનલ મૅચ ઘાટકોપર જૉલી જિમખાના અને રાઇઝિંગ સ્ટાર ફુટબૉલ ક્લબ (ભાયખલા) વચ્ચે રમાઈ હતી.
ADVERTISEMENT
ફાઇનલ મૅચમાં ધ્યાન પ્રફુલ્લ માવાણી અને મિતાંશ કેતન જૈને ઘાટકોપર જૉલી જિમખાના તરફથી એક-એક ગોલ કર્યો હતો, જ્યારે રાઇઝિંગ સ્ટાર તરફથી અહમદ કોર્ડિયાએ એક ગોલ કર્યો હતો.
આમ ઘાટકોપર જૉલી જિમખાના ૨-૧થી વિજેતા બની હતી.
વિજેતાઓ અને રનર્સ-અપ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આભારવિધિ દરમ્યાન અધ્યક્ષ રજનીકાંત શાહ અને કન્વીનર નિશીથ ગોળવાલાએ જણાવ્યું કે આવી ટુર્નામેન્ટ હવે દર વર્ષે નિયમિતરૂપે આયોજિત કરવામાં આવશે.
ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ ખેલાડી
ધ્યાન પ્રફુલ્લ માવાણી (ઘાટકોપર જૉલી જિમખાના)
શ્રેષ્ઠ ગોલકીપર
અલ્તામસ શેખ (રાઇઝિંગ સ્ટાર)


