Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujaratis Of Mumbai

લેખ

પ્રણવ દેસાઈ, કલ્પના જાની, સૂચિતા ભટ્ટ, પલ્લવી ભટ્ટ

૫૪ વર્ષ પહેલાં ૧૯૭૧માં યુદ્ધ પરિસ્થિતિનો સામનો કરનારા મુંબઈગરા ગુજરાતીઓ શું કહે

આજે દેશભરમાં સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલ યોજાઈ રહી છે ત્યારે...

07 May, 2025 10:50 IST | Mumbai | Darshini Vashi
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

ઘાટકોપરમાં ૮થી ૧૩ વર્ષનાં બાળકો માટે ત્રિદિવસીય સમર કૅમ્પ

સમર કૅમ્પમાં વિશેષરૂપે લાઇફમાં ઉપયોગી મૉરલ વૅલ્યુઝ જેમ કે વિનય, ફિયર-ફ્રી એક્ઝામ, માસ્ટર કી ટુ સક્સેસ જેવા વિવિધ વિષય પર બાળકોને મનગમતું વાતાવરણ તૈયાર કરવામાં આવશે

05 May, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખુશી પિતા અમર દોશી સાથે.

પપ્પાની ઓચિંતી વિદાયના આઘાતને જીરવીને ડૅડીની ઇચ્છા સાકાર કરી આ ટીનેજરે

ગયા વર્ષે ઑગસ્ટમાં ફક્ત ૪૪ વર્ષની ઉંમરે જીવ ગુમાવનારા અમર દોશીની ઇચ્છા હતી કે દીકરી ટેન્થમાં ૯૫ ટકાથી વધુ લાવે, ઘરમાં ગમગીન માહોલ હોવા છતાં ખુશીએ ભણવામાં પૂરી શક્તિ લગાડી દીધી અને મેળવ્યા અદ્‍ભુત ૯૮.૬ ટકા

04 May, 2025 07:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એવરેસ્ટ સુપર કિંગ્સને હરાવીને ટ્રૉફી સાથે ચૅમ્પિયન બનેલી ઓમકારા ટીમ

શ્રી ઔદીચ્ય સહસ્ર સાઠા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓમકારા ટીમ બની ચૅમ્પિયન

શ્રી ઔદીચ્ય સહસ્ર સાઠા ઉત્કર્ષ મંડળ દ્વારા શ્રી ઔદીચ્ય સહસ્ર સાઠા સમાજના ક્રિકેટરો માટે આયોજિત ઉત્કર્ષ પ્રીમિયર લીગ (UPL)ની ૧૩મી સીઝન ઓમકારા ટીમે જીતી લીધી હતી. ફાઇનલમાં ઓમકારા ટીમે એવરેસ્ટ સુપર કિંગ્સને માત આપી હતી.

04 May, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન છે રસિલા ઠક્કર ઉર્ફે ગરબાવાળાં બા (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન : આ `ગરબાવાળાં બા` આટલી બધી એનર્જી લાવે છે ક્યાંથી?

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. નવરાત્રી આવે ત્યારે અચૂકપણે રસિલાબાની રીલ તમારી સ્ક્રીન પર આવી જ હશે. ભલભલા જુવાનિયાઓને પણ ભોંઠા પાડી દે એવા જોમથી રસિલાબા ગરબા કરતાં હોય છે. કાંદિવલીમાં રહેતાં આપણાં આ રસિલાબા `ગરબાવાળાં બા` તો છે જ, પણ તેઓના જીવનમાં જરાક અમથું ડોકિયું કરીએ તો ખ્યાલ આવે કે કેવી ખુમારી સાથે તેઓ આજે ૭૦ વર્ષે પણ જુસ્સાભેર જીવી રહ્યાં છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ખાસ રસિલાબહેન ઠક્કર સાથે તેમના જીવન-કવનની વાતો જાણવાનો પ્રયાસ કર્યો હતો, તો આજે પ્રસ્તુત છે રસિલાબાની જોશીલી કહાની!

07 May, 2025 12:24 IST | Mumbai | Dharmik Parmar
માનો ગરબો રે... કાર્યક્રમની ઝલક

બેઠા ગરબાની આવી રમઝટ જામે તો માતાજી સ્વયં ઊતરી આવે આકાશેથી, જુઓ

તાજેતરમાં જ મુંબઈમાં પ્રયાસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા `માનો ગરબો રે` શીર્ષક હેઠળ મૂળ નાગરી પરંપરાના બેઠા ગરબાનો અદભૂત કાર્યક્રમ યોજાઇ ગયો. તા. ૨જી મેના રોજ વિલેપાર્લેના દીનનાથ હૉલમાં અને બીજા દિવસે ચોપાટીના ભારતીય વિદ્યાભવનમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને દિવસ સફળતાપૂર્વક આ કાર્યક્રમ યોજાયો. આવો, બે દિવસ સુધી મુંબઈગરાઓને નાગરી પરંપરામાં રસતરબોળ કરનાર આ શાનદાર-જાનદાર ઉત્સવની તસવીરી ઝાંકી કરીએ.

07 May, 2025 07:04 IST | Mumbai | Dharmik Parmar
વિદ્યાર્થીઓ

ICSEના ટેન્થના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે ગુજરાતીઓ

આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)નું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...

07 May, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યાર્થીઓ

ICSEના ટેન્થના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે ગુજરાતીઓ

આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)નું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...

06 May, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

સુપ્રિયા પાઠક પોતાની સફર અને નવી ફિલ્મ

સુપ્રિયા પાઠક પોતાની સફર અને નવી ફિલ્મ "આંટીપ્રેન્યોર" વિશે કરી વાત

એવા સમાજમાં જ્યાં મહિલાઓ પર સતત સવાલો ઉઠાવવામાં આવે છે, ત્યાં સુપ્રિયા પાઠક કપૂર 65 વર્ષીય જસુબેન, જે ગૃહિણીમાંથી ઉદ્યોગસાહસિક બની છે, તેની પ્રેરણાદાયી સફરને "આંટીપ્રેન્યોર" માં જીવંત કરે છે. આ હૃદયસ્પર્શી ઇન્ટરવ્યુમાં, સુપ્રિયા તેની અભિનય પ્રક્રિયા, તેના વારસાને આગળ ધપાવવા અને "ખીચડી" ના પ્રતિષ્ઠિત `હંસા` થી આગળ કેવી રીતે આગળ વધી શકાય તે વિશે ખુલીને વાત કરે છે.

30 April, 2025 03:24 IST | Mumbai
૧૦ વર્ષ પછી, `૩ પુરુષો` નાટક રજૂ થશે, અંકિત ગોર અને અમાત્ય ગોરાડિયાનો ઇન્ટરવ્યૂ

૧૦ વર્ષ પછી, `૩ પુરુષો` નાટક રજૂ થશે, અંકિત ગોર અને અમાત્ય ગોરાડિયાનો ઇન્ટરવ્યૂ

એક નિર્ભય, ભાવનાત્મક અને ડાર્ક કૉમેડીથી ભરેલું નાટક જે આજના સમયમાં પુરુષત્વ, શોક અને અંદરના સંઘર્ષોને ઉઘાડે છે. “કલા એ સંવેદનશીલને આરામ આપવી જોઈએ અને આરામમાં રહેતા લોકોમાં વિચારો જગાવવા જોઈએ” – આ વિચારથી પ્રેરિત આ નાટક પુરુષોની લાગણીઓને ખુલ્લી રીતે રજૂ કરે છે. `3 મેન` ની વાર્તા બે સગાભાઈઓની છે, જે પોતાના પિતાના અવસાન પછી વર્ષો પછી ફરી મળે છે. આ ભેટમાં તેમના આત્મિક દુઃખ, ગુસ્સો અને અંદરના ઘાવ એક એક કરી ખુલતાં જાય છે. “પુરુષ તો રડે નહીં”, “પુરુષ દુઃખ ન અનુભવતા હોય” જેવા જૂના ધોરણોને આ નાટક તોડી નાંખે છે. અમત્યા અને અંકિત કહે છે કે આ વાર્તા રજૂ કરવા માટે તેમને 10 વર્ષ લાગ્યાં, પણ હવે એ રજૂ કરવાનો યોગ્ય સમય છે. આ નાટક NCPA મુંબઈ ખાતે યોજાતા `વસંત` થિયેટર મહોત્સવમાં રજૂ થવાનું છે, એવું અનુભવ આપનારો છે જે તમને હલાવી દેશે, વિચારોમાં મૂકી દેશે.

21 April, 2025 07:56 IST | Mumbai
અકથિત સત્ય કહેતા રંગભૂમિ પર સૌમ્ય જોશી અને જિજ્ઞા વ્યાસ

અકથિત સત્ય કહેતા રંગભૂમિ પર સૌમ્ય જોશી અને જિજ્ઞા વ્યાસ

`ઓ વુમનિયા...!` નાટક દ્વારા દિગ્દર્શક સૌમ્ય જોશી અને અભિનેત્રી જિગ્ના વ્યાસ દર્શકોને એક અનોખા સફર પર લઈ જાય છે, હળવા હાસ્યભર્યા સંવાદોથી લઈને સમાજના કડવાશભરેલા સત્ય સુધી. આ સચોટ સંવાદમાં તેઓ નાટ્યપ્રેમ વિશે, અમદાવાદના ગુજરાતી થિયેટરના વધતા ગૌરવ વિશે અને એક કલાકારના જીવનમાં લાગણી, નિયમશિસ્ત અને પ્રતિબદ્ધતાના મહત્વ વિશે ખુલ્લા દિલથી વાત કરે છે. વસંત થિયેટર મહોત્સવ અંતર્ગત એનસીપીએ મુંબઈ ખાતે રજૂ થતું આ નાટક માત્ર એક રજૂઆત નથી, એ એક અર્ધપ્રતિબિંબ છે, એક ચળવળ છે દર્શકોને લાંબા સમય સુધી યાદ રહે.

21 April, 2025 07:50 IST | Mumbai
પત્ર મિત્રો – NCPA મુંબઈ ખાતે વસંત થિયેટર ફેસ્ટિવલ

પત્ર મિત્રો – NCPA મુંબઈ ખાતે વસંત થિયેટર ફેસ્ટિવલ

પત્ર મિત્રો એ પ્રેમ, લાગણીઓ અને પત્રોની અનોખી મુસાફરી છે – જે એ. આર ગુરનેના લોકપ્રિય નાટક `Love Letters` પર આધારીત ગુજરાતી નાટક છે. આ કથા આપણને ૪ દાયકાની પત્ર વ્યવહાર દ્વારા કલ્પના અને જવાહર વચ્ચેના સ્પર્શિય સંબંધ સુધી લઇ જાય છે – બે વ્યકિતઓ, જેઓ 1947માં જન્મેલા, જુદા જુદા દુનિયામાં મોટા થયેલા હોવા છતાં એકમેકથી ઊંડા રીતે જોડાયેલા છે. આ નાટકમાં આરજે દેવકી અને ચિરાગ વોરા જિંદગીના આ બે પાત્રોને ખૂબ લાગણીઓથી રજૂ કરે છે. તે પત્રલેખનના યુગની શાંતિભરેલી સુંદરતા, લાગણીઓની તાકાત અને ગુજરાતી રંગભૂમિની ચિરંજીવી માયાને જીવંત કરે છે. એનસિપીએ મુંબઈ ખાતે યોજાતી `વસંત` રંગોત્સવની ભાગરૂપે રજૂ થતું `પત્ર મિત્રો` માત્ર નાટક નથી – તે યાદોની ઉજવણી છે, લાગણીઓના પળોની વાર્તા છે અને પ્રેમને જીવિત રાખનારા પત્રોનો મોહ છે.

21 April, 2025 07:44 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK