ભારત અને પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે બે સૌથી મજબૂત દાવેદાર છે. બન્ને ટીમ અગાઉ ૨૦૧૭ની આવૃત્તિની ફાઇનલમાં ટકરાઈ હતી, જ્યાં પાકિસ્તાને ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
ભારત અને ન્યુ ઝીલૅન્ડને હરાવશે તો અડધી ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લેશે પાકિસ્તાન : શોએબ અખ્તર
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે મોટી ભવિષ્યવાણી કરી છે. પાકિસ્તાન અને UAEમાં રમાનારી ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચ પહેલાં તે સેમી ફાઇનલિસ્ટના સ્થાન માટે પાકિસ્તાન, ભારત અને અફઘાનિસ્તાન જેવી એશિયન ટીમને પ્રમુખ દાવેદાર માને છે. સાથે જ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચમાં તે મોહમ્મદ રિઝવાનની ટીમને વિજેતા માને છે.
શોએબે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે પાકિસ્તાન ૨૩ ફેબ્રુઆરીએ ભારતને હરાવશે. આદર્શ રીતે પાકિસ્તાન અને ભારત બન્નેએ ફાઇનલમાં ટક્કર લેવી જોઈએ. જો પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડને હરાવે છે તો પાકિસ્તાનની ટીમ પહેલાંથી જ અડધી ટુર્નામેન્ટ જીતી જશે.’
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે બે સૌથી મજબૂત દાવેદાર છે. બન્ને ટીમ અગાઉ ૨૦૧૭ની આવૃત્તિની ફાઇનલમાં ટકરાઈ હતી, જ્યાં પાકિસ્તાને ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું.