કૅપ્શનમાં લખ્યું કે ‘જૂનું આલબમ જોઈને મને ખ્યાલ આવે છે કે સમય કેવી રીતે પસાર થઈ જાય છે અને આપણે દિવસો નહીં પણ ક્ષણો યાદ રાખીએ છીએ.’
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન્સ કપિલ દેવ અને રવિ શાસ્ત્રી સાથે શશાંક સિંહ.
પંજાબ કિંગ્સના ૩૩ વર્ષના બૅટિંગ ઑલરાઉન્ડર શશાંક સિંહે પોતાના ઘરના જૂના આલબમમાંથી કેટલીક યાદગાર ક્ષણો શૅર કરી છે. તેણે પોતાના બાળપણમાં ક્રિકેટ રમતા સમયના ફોટો શૅર કરવાની સાથે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન્સ કપિલ દેવ અને રવિ શાસ્ત્રી સાથેના ફોટો પણ શૅર કર્યા હતા જેમાં તે ફૅન-બૉય તરીકે આ ભારતીય ક્રિકેટર્સને મળ્યો હતો. તેણે કૅપ્શનમાં લખ્યું કે ‘જૂનું આલબમ જોઈને મને ખ્યાલ આવે છે કે સમય કેવી રીતે પસાર થઈ જાય છે અને આપણે દિવસો નહીં પણ ક્ષણો યાદ રાખીએ છીએ.’


