મૅન્ચેસ્ટર મેટ્રોપૉલિટન યુનિવર્સિટી સાથે સહયોગ કરીને એક વર્ષ દરમ્યાન સ્નાયુઓની શક્તિ, સહનશક્તિ, ગ્લુકોઝ અને ઑક્સિજન સ્તર માપવા માટે માળખાગત મૂલ્યાંકન કરાવ્યું હતું
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કપિલ દેવ સાથે હાલમાં સેલ્ફી લીધો હતો અનાયા બાંગરે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ સંજય બાંગરનો દીકરો આર્યન જેન્ડર ચેન્જ કરાવીને હવે અનાયા બાંગર બન્યો છે. તેણે સોશ્યલ મીડિયા પર હાલમાં ટ્રાન્સજેન્ડર્સને મહિલા ક્રિકેટનો ભાગ બનાવવા માટે ICC અને BCCIને ઓપન લેટર લખ્યો છે.

ADVERTISEMENT
તેણે મૅન્ચેસ્ટર મેટ્રોપૉલિટન યુનિવર્સિટી સાથે સહયોગ કરીને એક વર્ષ દરમ્યાન સ્નાયુઓની શક્તિ, સહનશક્તિ, ગ્લુકોઝ અને ઑક્સિજન સ્તર માપવા માટે માળખાગત મૂલ્યાંકન કરાવ્યું હતું જેનાં રિઝલ્ટ સામાન્ય મહિલા-ક્રિકેટર સાથે સુસંગત છે એનો આઠ પાનાંનો વૈજ્ઞાનિક અહેવાલ તેણે શૅર કર્યો હતો.
વિજ્ઞાન કહે છે કે હું મહિલા ક્રિકેટ માટે લાયક છું. હવે પ્રશ્ન એ છે કે શું દુનિયા સત્ય સાંભળવા માટે તૈયાર છે?
- એક ઇન્ટરવ્યુમાં અનાયા બાંગરનું નિવેદન


