કવિ વિનોદ જોશીનું નામ આવે એટલે લયનું આખેઆખું ગામ યાદ આવે. ભાતીગળ શબ્દાવલીઓથી તેઓનાં ગીતોએ ગુર્જર સાહિત્યને શોભાવ્યું છે. જન્મ ૧૩ ઓગસ્ટ, ૧૯૫૫ને દિવસે અમરેલીના ભોરીંગડા ગામે. ગુજરાતી સાહિત્યમાં સ્નાતક આ કવિએ `રેડિયો નાટકનું કલાસ્વરૂપ અને ગુજરાતીમાં તેનો વિકાસ’પર પીએચડી કર્યું. અનેક માતબર શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપનકાર્ય કર્યું. આજે એમની સદાબહાર રચનાઓ માણીએ.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
13 May, 2025 11:00 IST | Mumbai | Dharmik Parmar