Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી રણજી ટ્રોફીનો ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડનો રોમાંચ શરૂ

આજથી રણજી ટ્રોફીનો ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડનો રોમાંચ શરૂ

Published : 06 February, 2026 11:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૮ ટીમ વચ્ચે ચાર અલગ-અલગ શહેરોમાં સેમી-ફાઇનલમાં પહોંચવા માટેની રસાકસી જોવા મળશે

ક્વૉર્ટર ફાઇનલ પહેલાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે ડ્રેસિંગરૂમમાં પ્લેયર્સ સાથે મુલાકાત કરી તેમને મૅચ માટે પ્રોત્સાહિત કર્યા હતા

ક્વૉર્ટર ફાઇનલ પહેલાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે ડ્રેસિંગરૂમમાં પ્લેયર્સ સાથે મુલાકાત કરી તેમને મૅચ માટે પ્રોત્સાહિત કર્યા હતા


રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬નો ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ આજથી શરૂ થઈ રહ્યો છે. ૮ ટીમ વચ્ચે ચાર અલગ-અલગ શહેરોમાં સેમી-ફાઇનલમાં પહોંચવા માટેની રસાકસી જોવા મળશે. ૪૨ વખતની રણજી ચૅમ્પિયન મુંબઈની શાર્દૂલ ઠાકુરની આગેવાની હેઠળની દેવદત્ત પડિક્કલ, કે. એલ. રાહુલ, પ્રસિદ્ધ ક્રિષ્ના, કરુણ નાયર જેવા સ્ટાર પ્લેયર્સની ટીમ કર્ણાટક સામે ક્વૉર્ટર ફાઇનલમાં ટકરાશે.

ક્વૉર્ટર ફાઇનલ પહેલાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે ડ્રેસિંગરૂમમાં પ્લેયર્સ સાથે મુલાકાત કરી તેમને મૅચ માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્લેયર્સ અને કોચ સાથે સમય પસાર કરીને સચિન તેન્ડુલકરે તેમને ક્રિકેટસ્પર્ધાને લગતી ટિપ્સ અને સલાહ-સૂચન આપ્યાં હતાં.



સરફરાઝના રમવા વિશે શંકા?


નૉકઆઉટ રાઉન્ડની શરૂઆત પહેલાં મુંબઈના સ્ટાર બૅટર સરફરાઝ ખાન વિશે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ૨૮ વર્ષનો આ પ્લેયર સખત તાવને કારણે હૉસ્પિટલમાં છે. કર્ણાટક સામેની ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં તેની ઉપલબ્ધતા હાલમાં શંકામાં છે. વર્તમાન સીઝનમાં ૯ ઇનિંગ્સમાં તેણે ૫૩.૬૨ની ઍવરેજથી ૪૨૯ રન કર્યા હતા.

ક્વૉર્ટર ફાઇનલ મૅચ અને એના વેન્યુ


મુંબઈ vs કર્ણાટક : શરદ પવાર ક્રિકેટ ઍકૅડેમી, મુંબઈ
મધ્ય પ્રદેશ vs જમ્મુ ઍન્ડ કાશ્મીર : હોળકર સ્ટેડિયમ, ઇન્દોર
બંગાળ vs આંધ્ર પ્રદેશ : બેન્ગૉલ ક્રિકેટ ઍકૅડેમી ગ્રાઉન્ડ, કલ્યાણી
ઝારખંડ vs ઉત્તરાખંડ : કીનન સ્ટેડિયમ, જમશેદપુર

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK