મૅચના પહેલા દિવસે ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન ફરોખ એન્જિનિયર અને વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ મહાન કૅપ્ટન ક્લાઇવ લૉઇડનાં નામનાં સ્ટૅન્ડ્સનું અનાવરણ ઓલ્ડ ટ્રૅફર્ડ સ્ટેડિયમમાં થઈ શકે છે.
ક્લાઇવ લૉઇડ, ફરોખ એન્જિનિયર
મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૅફર્ડ સ્ટેડિયમમાં ૨૩થી ૨૭ જુલાઈ દરમ્યાન ઇંગ્લૅન્ડ અને ભારતની ચોથી ટેસ્ટ-મૅચ રમાશે. અહેવાલ અનુસાર આ મૅચના પહેલા દિવસે ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન ફરોખ એન્જિનિયર અને વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ મહાન કૅપ્ટન ક્લાઇવ લૉઇડનાં નામનાં સ્ટૅન્ડ્સનું અનાવરણ ઓલ્ડ ટ્રૅફર્ડ સ્ટેડિયમમાં થઈ શકે છે. ઇંગ્લૅન્ડની લૅન્કશર ક્રિકેટ ક્લબ માટે તેમણે આપેલા યોગદાન બદલ આ સન્માન આપવામાં આવશે. મુંબઈના ફરોખ એક દાયકા અને ક્લાઇવ લૉઇડ બે દાયકા સુધી આ ટીમ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હતા.


