વાઇટ બૉલ ક્રિકેટમાં સ્મિથ કરતાં કોહલી ઘણો સારો છે : ગંભીર
મુંબઈ : (આઇ.એ.એન.એસ.) ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયાના પ્લેયરો ભલે આજથી આમને-સામને થવાના હોય, પણ ફૉર્મમાં ચાલી રહેલી આ બન્ને ટીમના પ્લેયરોમાં કોણ બેસ્ટ છે એ કહેવું ખરેખર અઘરું છે. તેમ છતાં, ગૌતમ ગંભીરનું માનવું છે કે સ્ટીવન સ્મિથ કરતાં વિરાટ કોહલી ઘણો સારો છે. આ વિશે વાત કરતાં ગંભીરે કહ્યું કે ‘વાઇટ બૉલ ક્રિકેટમાં સ્ટીવન સ્મિથ કરતાં વિરાટ કોહલી ઘણો સારો પ્લેયર છે. તેમની સરખામણી શક્ય નથી. મને એ જોવામાં રસ છે કે સ્મિથ કયા નંબરે રમવા ઊતરે છે. શું તે પોતે ચોથા નંબરે આવશે કે લબુશેનને ચોથા નંબરે મોકલી પોતે ત્રીજા નંબરે આવશે.’