જયદેવ ઉનડકટની પત્ની રિન્નીએ હાલમાં પહેલા સંતાન તરીકે દીકરાને જન્મ આપ્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પોરબંદરના ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટની પત્ની રિન્નીએ હાલમાં પહેલા સંતાન તરીકે દીકરાને જન્મ આપ્યો છે. ૨૦૨૧માં લગ્ન કરનાર આ કપલે સોશ્યલ મીડિયા પર સુંદર ફોટો શૅર કરીને દીકરાનું નામ અથર્વ રાખવાની જાહેરાત કરી હતી. કૅપ્શનમાં તેમણે પોતાના દીકરાને જીવનનો પ્રકાશ અને પ્રેમથી ખીલનારું નાનું ફૂલ ગણાવ્યું હતું. ૩૩ વર્ષનો જયદેવ છેલ્લે IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે રમ્યો હતો અને તેણે ૭ મૅચમાં ૧૧ વિકેટ ઝડપી હતી.

