વર્તમાન સીઝનમાં પોતાની બીજી મૅચ રમી રહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના ઉનડકટે મુંબઈના ઓપનર રાયન રિકલ્ટનને આઉટ કરીને પોતાની ૧૦૦ IPL વિકેટ પૂર્ણ કરી હતી.
જયદેવ ઉનડકટ
૩૩ વર્ષના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે બુધવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે પચીસ રન આપીને એક વિકેટ લઈને એક અનિચ્છનીય રેકૉર્ડ બનાવ્યો છે. વર્તમાન સીઝનમાં પોતાની બીજી મૅચ રમી રહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના ઉનડકટે મુંબઈના ઓપનર રાયન રિકલ્ટનને આઉટ કરીને પોતાની ૧૦૦ IPL વિકેટ પૂર્ણ કરી હતી.
આ ક્રિકેટરે ફાસ્ટ બોલર તરીકે ૧૦૦ IPL વિકેટ પૂર્ણ કરવામાં સૌથી વધુ ઇનિંગ્સ લેવાનો રેકૉર્ડ કર્યો છે. તેણે ૧૦૬ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવીને વિનય કુમારના ૧૦૧ ઇનિંગ્સના રેકૉર્ડને તોડ્યો હતો. IPLમાં આઠમી ટીમ માટે રમી રહેલો આ એક કરોડ રૂપિયાનો ફાસ્ટ બોલર આ સીઝનમાં બે મૅચમાં ૪૧ રન આપીને એક જ વિકેટ લઈ શક્યો છે. ઓવરઑલ સૌથી સ્લોએસ્ટ ૧૦૦ IPL વિકેટ પૂર્ણ કરવાનો રેકૉર્ડ ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજા (૧૬૧ ઇનિંગ્સ)ના નામે છે.
ADVERTISEMENT
100
આટલી IPL મૅચ હારનાર આઠમી ટીમ બની સનરાઇઝર્સ હૈદરાબાદ.

