ચેન્નઈના બન્ને સ્પિનર્સ શરમમાં મુકાયા હતા. લાઇવ-મૅચમાં મેદાન પર તેમનું બૅટ માપદંડ અનુસાર ન હોવાથી તેમને પૅવિલિયનથી અન્ય બૅટ મગાવવું પડ્યું હતું.
રવીન્દ્ર જાડેજાનું બૅટ અમ્પાયરના ગેજમાંથી પસાર ન થઈ શક્યું.
IPL 2025માં ફીલ્ડ અમ્પાયર્સ હવે મેદાન પર બૅટર્સનાં બૅટ તપાસીને નિયમોનું પાલન કરાવી રહ્યા છે. કેટલાક મોટા પ્લેયર્સ આ બૅટ-ટેસ્ટમાં ફેલ પણ થઈ રહ્યા છે. શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી ચોથા ક્રમે આવેલો રવીન્દ્ર જાડેજા અને ૧૦મા ક્રમના બૅટર નૂર અહમદનું બૅટ સાઇઝ તપાસવાના ગેજમાંથી પસાર થવામાં નિષ્ફળ ગયું, જેના કારણે ચેન્નઈના બન્ને સ્પિનર્સ શરમમાં મુકાયા હતા. લાઇવ-મૅચમાં મેદાન પર તેમનું બૅટ માપદંડ અનુસાર ન હોવાથી તેમને પૅવિલિયનથી અન્ય બૅટ મગાવવું પડ્યું હતું.
આ ઘટનાઓમાં જાડેજાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે, કારણ કે તેણે પહેલી વાર બૅટ-ટેસ્ટમાં ફેલ ગયા બાદ જમીન પર બૅટ પછાડીને એનું કદ બદલવાનો પ્રયાસ કર્યો જેથી બૅટ ગેજમાંથી પસાર થઈ જાય, પણ બીજી વાર પણ તે આ ટેસ્ટમાં ફેલ જતાં હૈદરાબાદના પ્લેયર્સ ઈશાન કિશન અને નીતીશ કુમાર રેડ્ડી આ અનુભવી સ્પિનરની મશ્કરી કરતા જોવા મળ્યા હતા.

