વિરાટ કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ વાર્તાઓમાં લખ્યું હતું કે, "હું સ્પષ્ટ કરવા માગુ છું કે મારા ફીડને ક્લિયર કરતી વખતે, એવું લાગે છે કે અલ્ગોરિધમે ભૂલથી કોઈ ઇન્ટરેક્શન નોંધાવ્યું હશે. તેની પાછળ બિલકુલ કોઈ ઈરાદો નહોતો.
વિરાટ કોહલી અને અવનીત કૌર (તસવીર: સોશિયલ મીડિયા)
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક સત્તાવાર સ્પષ્ટતા જારી કરી હતી, જેમાં તેણે અભિનેત્રી અવનીત કૌરના ફૅન પેજ દ્વારા પોસ્ટ કરાયેલા ફોટાને `લાઈક` કરવા બદલ ચર્ચા શરૂ થાય બાદ ખુલાસો કર્યો છે. તેણે `લાઈક` માટે ઇન્સ્ટાગ્રામ અલ્ગોરિધમને દોષી ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે તેની પાછળ તેનો "કોઈ ઈરાદો નથી".
વિરાટ કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ વાર્તાઓમાં લખ્યું હતું કે, "હું સ્પષ્ટ કરવા માગુ છું કે મારા ફીડને ક્લિયર કરતી વખતે, એવું લાગે છે કે અલ્ગોરિધમે ભૂલથી કોઈ ઇન્ટરેક્શન નોંધાવ્યું હશે. તેની પાછળ બિલકુલ કોઈ ઈરાદો નહોતો. હું વિનંતી કરું છું કે કોઈ બિનજરૂરી ધારણાઓ ન કરવામાં આવે. તમારી સમજણ બદલ આભાર."
ADVERTISEMENT

ઇન્સ્ટાગ્રામ પર અવનીત કૌરના ફૅન પેજ દ્વારા શૅર કરાયેલી પોસ્ટ પર નેટીઝન્સે ક્રિકેટરની `લાઈક` જોઈને કોહલીની સોશિયલ મીડિયા પ્રવૃત્તિએ લોકોનું ધ્યાન ખેંચ્યું. પત્ની અનુષ્કા શર્માના જન્મદિવસ પહેલી મે ના રોજ ઑનલાઈન હાર્દિક પોસ્ટ સાથે શુભેચ્છા પાઠવ્યાના કલાકો પછી, યુઝર્સે જોયું કે તેને પત્ની અનુષ્કા શર્માના જન્મદિવસ (૧ મે) ના રોજ તસવીરો લાઈક થઈ હોવાનું જણાય છે. ચાહકોએ ધ્યાન દોર્યું કે ક્રિકેટર અવનીતને ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરતો નહોતો, અને છતાં તેના ફોટાને લાઇક કરતો હતો, તે પણ તે ફોટા જે એક ફેન પેજ દ્વારા શૅર કરવામાં આવ્યા હતા. જોકે, કોહલીએ હવે તેના સત્તાવાર નિવેદન સાથે આ ચર્ચાનો અંત લાવ્યો છે.
આ દરમિયાન, ગુરુવારે, કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનુષ્કા સાથેનો એક સુંદર ફોટો શૅર કર્યો અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે એક પ્રેમભરી નોંધ લખી. "મારા બેસ્ટ ફ્રેન્ડ, મારા જીવનસાથી, મારી સલામત જગ્યા, મારા બેટર હાફ, મારું બધું. તમે અમારા બધાના જીવનનો માર્ગદર્શક પ્રકાશ છો. અમે તમને દરરોજ ખૂબ જ પ્રેમ કરીએ છીએ. મારા પ્રેમને જન્મદિવસની શુભેચ્છાઓ," વિરાટે લખ્યું, અને ચાહકો પણ આ વાત પર ઉત્સાહિત થયા વિના રહી શક્યા નહીં.

કોહલી હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝનમાં વ્યસ્ત છે જેમાં તેની ટીમ, રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, ટેબલમાં ટોચ પર પોતાનું સ્થાન મજબૂત કરી ચૂકી છે. આઈપીએલની શરૂઆતથી ફ્રેન્ચાઇઝી સાથે રહેલો કોહલી આ વર્ષે ઓરેન્જ કૅપના દાવેદારોમાંનો એક છે કારણ કે તે તેના ચાહકોને પ્રભાવિત કરી રહ્યો છે અને લગભગ દરેક મેચમાં તેની શાનદાર ઇનિંગ્સથી તેની ટીમને મદદ કરી રહ્યો છે. આરસીબી ૩ મે, શનિવારે બૅંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.


