Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હૈદરાબાદી ટીમ સામે ગુજરાતનો ગઢ રહ્યો અભેદ્ય

હૈદરાબાદી ટીમ સામે ગુજરાતનો ગઢ રહ્યો અભેદ્ય

Published : 03 May, 2025 09:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાત અમદાવાદમાં હૈદરાબાદ સામે લાગલગાટ ત્રીજી મૅચ જીત્યું. IPL 2025ની ૫૧મી મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૩૮ રને જીત નોંધાવીને ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં આ ટીમ સામે ન હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે.

સાઈ સુદર્શનઅને કૅપ્ટન શુભમન ગિલ

સાઈ સુદર્શનઅને કૅપ્ટન શુભમન ગિલ


IPL 2025ની ૫૧મી મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૩૮ રને જીત નોંધાવીને ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં આ ટીમ સામે ન હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં ગુજરાતે પોતાના ત્રણેય ટૉપ ઑર્ડર બૅટર્સની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી છ વિકેટે ૨૨૪ રન ફટકાર્યા હતા. હૈદરાબાદ અભિષેક શર્માની ૭૪ રનની ઇનિંગ્સ છતાં છ વિકેટે ૧૮૬  રન જ બનાવી શક્યું હતું. આ મેદાન પર ૨૦૧૪ બાદ એક પણ મૅચ ન જીતી શકનાર હૈદરાબાદની પ્લેઑફની રાહ મુશ્કેલ બની ગઈ છે.

૧૦ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૩૮ બૉલમાં ૭૬ રનની ઇનિંગ્સ રમનાર ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલે પહેલી વિકેટ માટે સાઈ સુદર્શન (૨૩ બૉલમાં ૪૮ રન) સાથે ૮૭ રનની અને બીજી વિકેટ માટે જોસ બટલર (૩૭ બૉલમાં ૬૪ રન) સાથે  ૬૭  રનની પાર્ટનરશિપ કરીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ૪૦૦૦ IPL રન પૂરા કરનાર બટલરે ત્રીજી વિકેટ માટે વૉશિંગ્ટન સુંદર (૧૬ 
બૉલમાં ૨૧ રન) સાથે ૫૭ રનની ભાગીદારી કરીને સ્કોર ૨૦૦ રનને પાર પહોંચાડ્યો હતો.

હૈદરાબાદી બોલર્સની નબળી બોલિંગ સામે ગુજરાતે પોતાનો હાઇએસ્ટ ૮૨ રનનો પાવરપ્લે સ્કોર પણ ખડકી દીધો હતો. હૈદરાબાદ માટે ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે (૩૫ રનમાં ત્રણ વિકેટ) અંતિમ ઓવરમાં માત્ર ૧૨ રન આપી ત્રણ વિકેટ લઈને હોમ ટીમને મોટો સ્કોર કરતાં રોકી હતી.

૨૨૫ રનના ટાર્ગેટ સામે હૈદરાબાદે ટ્રૅવિસ હેડ (૧૬ બૉલમાં ૨૦ રન) અને અભિષેક શર્મા (૪૧ બૉલમાં ૭૪ રન) વચ્ચેની ૪૯ રનની પાર્ટનરશિપથી શાનદાર શરૂઆત કરી હતી, પણ ગુજરાતના બોલર્સની ધારદાર બોલિંગને કારણે હૈદરાબાદના રન બનાવવાની ગતિ ઘટી ગઈ હતી. ૪ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકારનાર અભિષેક શર્મા ૧૫મી ઓવરમાં કૅચઆઉટ થયો ત્યાંથી જ વિશાળ ટાર્ગેટ ચેઝ કરવાની આશાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું હતું. નીતીશ કુમાર રેડ્ડી (૧૦ બૉલમાં ૨૧ રન) અને કૅપ્ટન પૅટ કમિન્સે (૧૦ બૉલમાં ૧૯ રન) અંતિમ ઓવર્સમાં બાઉન્ડરીઓ ફટકારીને હારનું અંતર ઘટાડ્યું હતું. ગુજરાતના ફાસ્ટ બોલર્સ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને ૨-૨ સફળતાઓ મળી હતી.

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝલ્ટ

નેટ રન-રેટ

પૉઇન્ટ

મુંબઈ

૧૧

+૧.૨૭૪

૧૪

ગુજરાત

૧૦

+૦.૮૬૭

૧૪

બૅન્ગલોર

૧૦

+૦.૫૨૧

૧૪

પંજાબ

૧૦

+૦.૧૯૯

૧૩ 

દિલ્હી

૧૦

+૦.૩૬૨

૧૨

લખનઉ

૧૦

-૦.૩૨૫

૧૦

કલકત્તા

૧૦

+૦.૨૭૧

રાજસ્થાન

૧૧

-૦.૭૮૦

હૈદરાબાદ

૧૦

-૧.૧૯૨

ચેન્નઈ

૧૦

-૧.૨૧૧



સાઈ સુદર્શન (૪૮ રન) અને કૅપ્ટન શુભમન ગિલે (૭૬ રન) પહેલી વિકેટ માટે ૮૭ રનની ભાગીદારી કરી હતી. 54 આટલી ઇનિંગ્સમાં ૨૦૦૦ T20 રન પૂરા કરીને સચિન તેન્ડુલકર (૫૯ ઇનિંગ્સ)નો ફાસ્ટેસ્ટ ભારતીય તરીકેનો રેકૉર્ડ તોડ્યો સાઈ સુદર્શને.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2025 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK