ગયા રવિવારે લંડનમાં યોજાયેલી મૅરથૉનમાં લૉરા કોલમૅન-ડે નામની ૨૬ વર્ષની મહિલા લ્યુકેમિયાને કારણે મૃત્યુ પામેલા પતિની યાદમાં મૅરથૉન દોડી હતી. ગયા વર્ષે તેના પતિ જૅન્ડરે લ્યુકેમિયા તરીકે ઓળખાતા એક પ્રકારના બ્લડ-કૅન્સરને કારણે જીવ ગુમાવ્યો હતો.
લૉરા કોલમૅન-ડે
ગયા રવિવારે લંડનમાં યોજાયેલી મૅરથૉનમાં લૉરા કોલમૅન-ડે નામની ૨૬ વર્ષની મહિલા લ્યુકેમિયાને કારણે મૃત્યુ પામેલા પતિની યાદમાં મૅરથૉન દોડી હતી. ગયા વર્ષે તેના પતિ જૅન્ડરે લ્યુકેમિયા તરીકે ઓળખાતા એક પ્રકારના બ્લડ-કૅન્સરને કારણે જીવ ગુમાવ્યો હતો. એ પછી લૉરાએ નક્કી કરેલું કે તે એક વર્ષમાં કૅન્સરની જાગૃતિ માટે ૧૩ મૅરથૉન દોડશે. બ્લડ-કૅન્સર માટે સ્ટેમ સેલ ક્ષેત્રે વધુ રિસર્ચ થઈ શકે એ માટે તેણે આ મૅરથૉન દરમ્યાન ભંડોળ એકઠું કરવાનું શરૂ કરેલું. ગયા અઠવાડિયે તેની ૧૩મી મૅરથૉન હતી. દરેક મૅરથૉન દોડવાની શરૂઆત તે સામાન્ય કપડાંમાં કરતી, પરંતુ ૩૭ કિલોમીટર પૂરા થઈ જાય એટલે તે રસ્તામાં જ રોકાઈને પોતાનો વાઇટ વેડિંગ ગાઉન પહેરી લેતી. છેલ્લાં પાંચ કિલોમીટર તેણે પતિને ડેડિકેટ કરીને કૅન્સર માટે ભંડોળ એકઠું કર્યું હતું.

