Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 ક્રિકેટના ઇતિહાસમાં ૩૫મી વખત ૨૦૦ પ્લસ રન ફટકારનાર પ્રથમ ટીમ બની ચેન્નઈ સુપર કિંગ્સ

T20 ક્રિકેટના ઇતિહાસમાં ૩૫મી વખત ૨૦૦ પ્લસ રન ફટકારનાર પ્રથમ ટીમ બની ચેન્નઈ સુપર કિંગ્સ

30 April, 2024 07:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નર્વસ નાઇન્ટીનો શિકાર થનારો IPLનો આઠમો કૅપ્ટન બન્યો ઋતુરાજ ગાયકવાડ

ઋતુરાજ ગાયકવાડની તસવીર

IPL 2024

ઋતુરાજ ગાયકવાડની તસવીર


ચેપૉકમાં રમાયેલી IPL 2024ની ૪૬મી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૭૮ રનના મોટા અંતરથી જીત મેળવી હતી. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડની ટીમે પ્રથમ બૅટિંગ કરતાં ૩ વિકેટે ૨૧૨ રન કર્યા હતા. IPLના ઇતિહાસના ત્રણ હાઇએસ્ટ સ્કોર કરનાર હૈદરાબાદ આ ટાર્ગેટ ચેઝ ન કરી શક્યું અને ૧૮.૫ ઓવરમાં ૧૩૪ રને ઑલરાઉટ થઈ ગયું હતું. 
રન-ચેઝ કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદની આ બીજી હાર હતી. હૈદરાબાદ આ પહેલાં બૅન્ગલોર સામે ૩૫ રનથી હારી ગયું હતું. હારની હૅટ-ટ્રિકથી બચનાર ચેન્નઈએ IPLમાં ૧૮મી વખત ૫૦ પ્લસ રનના અંતરથી જીત મેળવી હતી. ૧૩ વાર ૫૦ પ્લસ રનના અંતરથી જીત મેળવીને મુંબઈ ઇન્ડિયન્સ આ લિસ્ટમાં બીજા ક્રમે છે. આ સાથે જ પાંચ વખતની IPL ચૅમ્પિયન ટીમ ચેન્નઈ T20 ક્રિકેટના ઇતિહાસમાં ૩૫મી વખત ૨૦૦ પ્લસ રન ફટકારનાર પ્રથમ ટીમ બની છે. ચેન્નઈએ આ રેકૉર્ડ ઇંગ્લિશ કાઉન્ટી ક્લબ સમરસેટને પછાડીને બનાવ્યો છે, જેણે ૩૪ વખત ૨૦૦ પ્લસના સ્કોરનો રેકૉર્ડ બનાવ્યો હતો. 

૩ સિક્સર અને ૧૦ ચોગ્ગાની મદદથી ૫૪ બૉલમાં ૯૮ રન કરનાર ચેન્નઈનો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. જોકે તે નર્વસ નાઇન્ટીનો શિકાર બનનાર IPLનો આઠમો કૅપ્ટન બન્યો હતો. આ પહેલાં સૌરવ ગાંગુલી (૨૦૦૮), ગૌતમ ગંભીર (૨૦૧૨), વિરાટ કોહલી (૨૦૧૩), ડેવિડ વૉર્નર (૨૦૧૫-’૧૬), રોહિત શર્મા (૨૦૧૮), કે. એલ. રાહુલ (૨૦૨૧) અને ફાફ ડુ પ્લેસી (૨૦૨૨) સેન્ચુરી ફટકારવાનું ચૂક્યા હતા અને નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યા હતા.



IPLમાં હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ જીત

(સુપર ઓવરની જીત સહિત)

સ્ટેડિયમ

ટીમ

જીત

વાનખેડે

મુંબઈ

૫૧

ઈડન ગાર્ડન્સ

કલકત્તા

૫૦

ચેપૉક

ચેન્નઈ

૫૦

ચિન્નાસ્વામી

બૅન્ગલોર

૪૧


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK