કુમુદભાઈ શર્ટ-પૅન્ટ અને ગૉગલ્સ પહેરીને રેડી થઈને આવ્યા હતા
કુમુદ શાહ
ભુલેશ્વરની ગુલાલવાડીમાં રહેતા ૮૨ વર્ષના કુમુદ શાહને આંખે થોડું ઝાંખું દેખાય છે તેમ જ સાંભળવામાં પણ તકલીફ છે. તેઓ પાડોશી ધર્મેશ શાહ સાથે વોટ આપવા પોલિંગ બૂથમાં આવ્યા હતા. કુમુદભાઈ શર્ટ-પૅન્ટ અને ગૉગલ્સ પહેરીને રેડી થઈને આવ્યા હતા. એ જોઈને જ આપણને અંદાજ આવી જાય કે તેઓ મતદાન કરવા કેટલા ઉત્સાહી હતા. ધર્મેશભાઈએ કહ્યું હતું કે ‘કુમુદભાઈ પચીસ વર્ષથી એકલા રહે છે. હું વોટ આપવા જઈ રહ્યો હતો ત્યારે મને બિલ્ડિંગની નીચે કુમુદભાઈ મળી ગયા. તેમણે મને પૂછ્યું કે તું ક્યાં જાય છે? મેં તેમને કહ્યું કે હું પોલિંગ-બૂથ પર જઉં છું. તેમણે મને કહ્યું કે મને પણ સાથે લઈ જા. આ ઉંમરે પણ વોટ આપવા જવાનો તેમનો જે ઉત્સાહ છે એ ખરેખર પ્રશંસનીય છે. અમે દેશના ઉજ્જ્વળ ભવિષ્ય માટે અહીં વોટ આપવા આવ્યા છીએ.’



