સલમાન હાલમાં જ દુબઈમાં તેની ભાણેજ અલીઝે અગ્નિહોત્રી સાથે જોવા મળ્યો હતો
અલીઝે અગ્નિહોત્રી
સલમાન ખાને તેની ભાણેજને તેના જીવન પરથી બુક લખવા માટે ના પાડી દીધી છે. સલમાન હાલમાં જ દુબઈમાં તેની ભાણેજ અલીઝે અગ્નિહોત્રી સાથે જોવા મળ્યો હતો. સલમાનની બહેન અલ્વિરા અગ્નિહોત્રીની દીકરી છે અલીઝે. તેમણે બન્નેએ ઇવેન્ટમાં હાજરી આપી હતી ત્યારે અલીઝેને પૂછવામાં આવ્યું હતું કે જો તે સલમાનની લાઇફ પર બુક લખે તો એનું નામ શું આપશે. અલીઝે જવાબ આપે એ પહેલાં સલમાને કહ્યું હતું કે ‘હું તેને મારી લાઇફ પર બુક નહીં લખવા દઉં. મને નથી લાગતું કે આ પ્રકારની કોઈ પણ બુક લખવામાં આવશે. તેને મારા વિશે એટલીબધી ખબર છે કે હું નથી ઇચ્છતો કે બુક બેસ્ટસેલર બને.’

