કચ્છના ૬૮ વર્ષના રતન ભાટીએ અનરિઝર્વ્ડ ડબ્બામાં મુંબઈ આવીને મતદાન કર્યું
૬૮ વર્ષના રતન ભાટી
કચ્છના મોટી સાભરાઈ ગામના ૬૮ વર્ષના રતન ભાટી મતદાન કરવા મુલુંડ આવ્યા હતા. કચ્છી રાજપૂત સમાજના રતનભાઈના પુત્ર નિકેશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પા કચ્છમાં રહે છે એટલે તેઓ વોટિંગ કરવા મુંબઈ આવવા ૧૫ મેથી ટ્રેનમાં રિઝર્વ્ડ ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તત્કાલ ટિકિટ માટે પણ તેમણે ઘણો પ્રયાસ કર્યો હતો. જોકે એ પણ ન મળી શકતાં તેઓ શનિવારે અનરિઝર્વ્ડ ડબ્બામાં પ્રવાસ કરીને મુંબઈ આવ્યા હતા અને ગઈ કાલે વોટિંગ કર્યું હતું.’



