અહેવાલ અનુસાર વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર પ્લેયર્સના ટેસ્ટ-રિટાયરમેન્ટને કારણે ટીમ ઇન્ડિયાને જોવા માટે લંડનના ભારતીય ફૅન્સમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે.
પ્રૅક્ટિસ દરમ્યાન જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને ભારતીય ટેસ્ટ ટીમનો નવો કૅપ્ટન શુભમન ગિલ.
ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમવા લંડન પહોંચેલી ભારતીય ટીમે જીતવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં લૉર્ડ્સના ઇન્ડોર ક્રિકેટ સેન્ટર ખાતે હેડ કોચ ગૌતમ ગંભીર અને કોચિંગ સ્ટાફની દેખરેખ હેઠળ ટીમ ઇન્ડિયાનું પહેલું પ્રૅક્ટિસ સેશન યોજાયું હતું. પ્લેયર્સ રનિંગ, વૉર્મ-અપ, ફીલ્ડિંગ પ્રૅક્ટિસ અને ફુટબૉલ રમતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
લૉર્ડ્સમાં પ્રૅક્ટિસ સેશન દરમ્યાન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (ડાબે) અને સપોર્ટ સ્ટાફ સાથે વાતચીત કરી રહેલો ટીમ ઇન્ડિયાનો હેડ કોચ ગૌતમ ગંભીર.
મેદાન પર નવી ટ્રેઇનિંગ કિટમાં પ્રૅક્ટિસ કરતા પ્લેયર્સ લંડનના રસ્તાઓ પર એકલા ફરતા હોય એવા ફોટો પણ વાઇરલ થયા હતા. અહેવાલ અનુસાર વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર પ્લેયર્સના ટેસ્ટ-રિટાયરમેન્ટને કારણે ટીમ ઇન્ડિયાને જોવા માટે લંડનના ભારતીય ફૅન્સમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે.

