નવી સિરીઝમાં નવા કૅપ્ટન સાથે ભારતીય ટીમ નવી ટ્રેઇનિંગ-કિટ પહેરી પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લેશે.
રિષભ પંત, રવીન્દ્ર જાડેજા
ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થવાનાં ઑલમોસ્ટ બે અઠવાડિયાં પહેલાં સિનિયર ભારતીય ટીમ અંગ્રેજોની ધરતી પર પહોંચી ગઈ છે. મુંબઈથી રવાના થતા સમયે ભારતીય પ્લેયર્સ નવી ટ્રાવેલ-કિટમાં જોવા મળ્યા હતા. આ ટીમના સૌથી અનુભવી પ્લેયર રવીન્દ્ર જાડેજાએ સૌથી પહેલાં નવી ટ્રેઇનિંગ-કિટમાં પોતાનો ફોટો શૅર કર્યો હતો એટલે કે હવે નવી સિરીઝમાં નવા કૅપ્ટન સાથે ભારતીય ટીમ નવી ટ્રેઇનિંગ-કિટ પહેરી પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લેશે.

