Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગૌતમ ગંભીરે ભારતનો ત્રીજો T20 વર્લ્ડ કપ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણને સમર્પિત કર્યો

ગૌતમ ગંભીરે ભારતનો ત્રીજો T20 વર્લ્ડ કપ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણને સમર્પિત કર્યો

Published : 10 March, 2026 01:06 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્લેયર, કૅપ્ટન, મેન્ટર અને કોચ તરીકે ક્યારેય ફાઇનલ મૅચ નથી હાર્યો ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર

ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર


મેન્સ T20 વર્લ્ડ કપ ઇતિહાસની સૌથી સફળ ટીમ બનવાની ભારતની સિદ્ધિ બાદ હેડ કોચ ગૌતમ ગંભીરે ત્રીજો ખિતાબ ભૂતપૂર્વ ક્રિકેટર્સ વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડને સમર્પિત કર્યો હતો. ગંભીર પહેલાં રાહુલ દ્રવિડ ભારતનો હેડ કોચ હતો જ્યારે સેન્ટર ઑફ એક્સલન્સમાં વીવીએસ લક્ષ્મણ હાલમાં પ્રમુખ છે.

ગૌતમ ગંભીરે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘સૌપ્રથમ મને લાગે છે કે મારે આ ટ્રોફી રાહુલ દ્રવિડને અને લક્ષ્મણને સમર્પિત કરવી જોઈએ. રાહુલભાઈએ ભારતીય ક્રિકેટને આટલી સારી સ્થિતિમાં રાખવા માટે જે કંઈ કર્યું છે એના કારણે મારે એનો આભાર માનવો જોઈએ. અને પછી વીવીએસ લક્ષ્મણ છે જેણે ભારતીય ક્રિકેટ માટે કોઈ પણ શરતો વિના ઘણું બધું કર્યું છે. ખાસ કરીને બંધ દરવાજા પાછળ, કારણ કે સેન્ટર ઑફ એક્સલન્સ ભારતીય ક્રિકેટ માટે પાઇપલાઇન રહ્યું છે.’



ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું હતું કે ‘ચીફ સિલેક્ટર અજિત આગરકરનું પણ યોગદાન રહ્યું છે. તે ખૂબ જ ઉત્સાહ અનુભવે છે અને તેણે જે પ્રામાણિકતા સાથે કામ કર્યું છે એ પ્રશંસનીય છે. છેવટે મારે જય શાહનો આભાર માનવો પડશે, કારણ કે જ્યારે હું મારી કોચિંગ-કરીઅરના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ફક્ત જયભાઈએ જ મને ફોન કર્યો હતો અને આ કામ માટે મારા પર વિશ્વાસ કરવા બદલ તેમનો આભાર.’


પ્લેયર, કૅપ્ટન, મેન્ટર અને કોચ તરીકે ક્યારેય ફાઇનલ મૅચ નથી હાર્યો ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર પ્લેયર, કૅપ્ટન, મેન્ટર અને કોચ તરીકે જ્યારે પણ ટુર્નામેન્ટની ફાઇનલ સુધી પહોંચ્યો છે ત્યારે જીત્યો જ છે. ૨૦૦૭નો T20 વર્લ્ડ કપ અને ૨૦૧૧નો વન-ડે વર્લ્ડ કપ તેણે પ્લેયર તરીકે જીત્યો હતો. ૨૦૧૨ અને ૨૦૧૪નો IPL ખિતાબ તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના કૅપ્ટન તરીકે જીત્યો હતો. ૨૦૨૪માં તેણે કલકત્તાને મેન્ટર તરીકે જીત અપાવી હતી. હેડ કોચ તરીકે તે ભારતીય ટીમ સામે વન-ડે ફૉર્મેટની ચૅમિપ્યન્સ ટ્રોફી અને હવે T20 વર્લ્ડ કપ પણ જીત્યો છે. તેણે પ્લેયર અને કોચ તરીકે ICCની બે-બે ટ્રોફી જીતવાનો દુર્લભ રેકૉર્ડ પણ પોતાને નામે કર્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 01:06 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK