૧૩થી ૧૬ જૂન દરમ્યાન ઇન્ડિયા-A અને સિનિયર ભારતીય ટીમ વચ્ચે પ્રૅક્ટિસ-મૅચ રમાશે
પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન જસપ્રીત બુમરાહની સાથે બોલિંગ કોચ મૉર્ને મૉર્કલ
ભૂતપૂર્વ સાઉથ આફિકન ફાસ્ટ બોલર અને હાલમાં ભારતના બોલિંગ કોચ મૉર્ને મૉર્કલ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના લયથી આશ્ચર્ય પામ્યો હતો. તે કહે છે કે ‘બુમરાહ જાણે છે કે પોતાને કેવી રીતે તૈયાર કરવો, તે જાણે છે કે કેવી રીતે તૈયારી કરવી. છેલ્લા ત્રણ દિવસમાં પ્રૅક્ટિસ દરમ્યાન બોલિંગમાં તેની ઊર્જા જોઈને હું દંગ રહી ગયો. તેને જોવો ખૂબ જ રોમાંચક છે. મને ખુશી છે કે તેનું શરીર હાલમાં સારી સ્થિતિમાં છે. અમે તેને સંભાળીશું. અમે તેની સાથે સમજદારીપૂર્વક વ્યવહાર કરીશું, કારણ કે તે ચોક્કસપણે અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.’
જ્યારે બૉલ હાથમાં હોય ત્યારે મને હંમેશાં લાગે છે કે હું શ્રેષ્ઠ છું, પરંતુ બધા જાણે છે કે જ્યારે તમે જસપ્રીત બુમરાહ જેવા પ્લેયર્સ ધરાવતા બોલિંગ આક્રમણમાં હો ત્યારે તુલના શબ્દનું અસ્તિત્વ નથી હોતું. - ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ

