લોરેન્સ ઇંગ્લૅન્ડ માટે રમનાર બ્રિટિશ મૂળનો પ્રથમ અશ્વેત ક્રિકેટર હતો. તે સ્નાયુ અને મગજ સંબંધિત દુર્લભ રોગનો સામનો કરી રહ્યો હતો.
૬૧ વર્ષની ઉંમરે અવસાન પામેલા ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ લોરેન્સના માનમાં મૅચ પહેલાં પ્લેયર્સ શ્રદ્ધાંજલિ આપવા ઊભા રહ્યા હતા.
ભારત અને ઇંગ્લૅન્ડના પ્લેયર્સ પહેલી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે કાળી પટ્ટી પહેરીને રમવા ઊતર્યા હતા. ૬૧ વર્ષની ઉંમરે અવસાન પામેલા ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ લોરેન્સના માનમાં મૅચ પહેલાં પ્લેયર્સ શ્રદ્ધાંજલિ આપવા ઊભા રહ્યા હતા.
લોરેન્સે ૧૯૮૮થી ૧૯૯૨ દરમ્યાન ઇંગ્લૅન્ડ માટે પાંચ ટેસ્ટ (૧૮ વિકેટ) અને એક વન-ડે (ચાર વિકેટ) રમી હતી. વર્ષ ૧૯૯૨માં ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં ઇન્જર્ડ થયા બાદ તે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમી શક્યો નહોતો. લોરેન્સ ઇંગ્લૅન્ડ માટે રમનાર બ્રિટિશ મૂળનો પ્રથમ અશ્વેત ક્રિકેટર હતો. તે સ્નાયુ અને મગજ સંબંધિત દુર્લભ રોગનો સામનો કરી રહ્યો હતો.


