Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની શ્રી ચરણીએ વિમેન્સ T20 બોલર તરીકે સર્વકાલીન શ્રેષ્ઠ રેટિંગ પૉઇન્ટ્સનો રેકૉર્ડ તોડ્યો

ભારતની શ્રી ચરણીએ વિમેન્સ T20 બોલર તરીકે સર્વકાલીન શ્રેષ્ઠ રેટિંગ પૉઇન્ટ્સનો રેકૉર્ડ તોડ્યો

Published : 30 September, 2026 12:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રી ચરણીએ ૮૧૭ રેટિંગ પૉઇન્ટ્સની ટોચની સપાટી હાંસલ કરી

શ્રી ચરણી (ફાઇલ તસવીર)

શ્રી ચરણી (ફાઇલ તસવીર)


આંધ્ર પ્રદેશની બાવીસ વર્ષની ડાબોડી સ્પિનર શ્રી ચરણીએ તાજેતરના ICC રૅન્કિંગમાં મહિલા T20 બોલરોમાં પ્રથમ સ્થાન જાળવી રાખીને સૌથી વધુ રેટિંગ પૉઇન્ટ્સ મેળવવાનો નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો છે.

શ્રી ચરણીએ ૮૧૭ રેટિંગ પૉઇન્ટ્સની ટોચની સપાટી હાંસલ કરી જે નવેમ્બર ૨૦૧૮માં ઑસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર મેગન શટ દ્વારા સ્થાપિત ૮૦૬ પૉઇન્ટ્સના અગાઉના રેકૉર્ડ કરતાં વધુ છે.



શ્રી ચરણીએ છેલ્લા એક મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે T20 એશિયા કપ અને એશિયન ગેમ્સમાં ૮ ઇનિંગ્સમાં ૩.૩ના ઇકૉનૉમી-રેટ સાથે કુલ ૨૦ વિકેટ લઈને ભારતને બે ખિતાબ જીતવામાં મદદ કરી હતી. એશિયન ગેમ્સની ક્વૉર્ટર ફાઇનલમાં જપાન સામે ૧૦ રનમાં ૪ વિકેટ લીધી એ તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK