Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત-પાકિસ્તાનની જેમ શ્રીલંકા-બંગલાદેશ પણ એક પણ બૉલ રમ્યા વગર સેમી-ફાઇનલમાં પહોંચ્યાં

ભારત-પાકિસ્તાનની જેમ શ્રીલંકા-બંગલાદેશ પણ એક પણ બૉલ રમ્યા વગર સેમી-ફાઇનલમાં પહોંચ્યાં

Published : 30 September, 2026 12:54 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સ 2026ની મેન્સ ક્રિકેટની અંતિમ બે ક્વૉર્ટર ફાઇનલ પણ વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે રદ રહી : આવતી કાલે પાકિસ્તાન-બંગલાદેશ અને ભારત-શ્રીલંકા વચ્ચે ફાઇનલમાં પહોંચવાનો જંગ જામશે

વરસાદને કારણે કોરોગી સ્પોર્ટ્‍સ પાર્કના મેદાન પર કવર લાંબા સમય સુધી રહ્યાં હતાં

વરસાદને કારણે કોરોગી સ્પોર્ટ્‍સ પાર્કના મેદાન પર કવર લાંબા સમય સુધી રહ્યાં હતાં


એશિયન ગેમ્સ 2026માં સતત બીજા દિવસે મેન્સ ક્રિકેટની ક્વૉર્ટર ફાઇનલ મૅચો વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે રદ રહી હતી. ભારત-પાકિસ્તાનની જેમ શ્રીલંકા-બંગલાદેશ ટીમ પણ ટુર્નામેન્ટમાં એક પણ બૉલ રમ્યા વગર સેમી-ફાઇનલમાં પહોંચી છે. એશિયન ગેમ્સમાં પહેલી વખત ક્રિકેટ ઇવેન્ટમાં ૪ ટીમો મૅચ રમ્યા વગર સેમી-ફાઇનલ સુધી પહોંચી છે.

ગઈ કાલે કોરોગી સ્પોર્ટ્‍સ પાર્કમાં સવારથી સતત પડી રહેલા વરસાદને કારણે અધિકારીઓએ પહેલાં શ્રીલંકા-નેપાલ વચ્ચેની અને પછી બંગલાદેશ અને મલેશિયા વચ્ચેની મૅચ ટૉસ વિના રદ કરી હતી.



શ્રેષ્ઠ ICC રૅન્કિંગને કારણે શ્રીલંકા (નંબર ૯) અને બંગલાદેશ (નંબર ૮) મેદાન પર ઊતર્યા વિના જ સેમી ફાઇનલમાં પહોંચી ગયાં. નેપાળ (નંબર ૧૪) અને મલેશિયા (નંબર ૨૫) ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયાં છે.


એક ઑક્ટોબરની સેમી-ફાઇનલ મૅચોનું શેડ્યુલ

સવારે ૫.૩૦ વાગ્યે : પાકિસ્તાન vs બંગલાદેશ 
સવારે ૧૦ વાગ્યે : ભારત vs શ્રીલંકા 


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 12:54 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK