શ્રી ચરણીના રેટિંગ પૉઇન્ટ હવે ૮૦૪ થયા છે
શ્રી ચરણી (ફાઇલ તસવીર)
ભારતે મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યા પછી ભારતીય સ્પિનર શ્રી ચરણીએ મોટી સિદ્ધિ મેળવી છે. વિમેન્સ T20 બોલિંગ રૅન્કિંગમાં નંબર વન સ્થાન ધરાવતી શ્રી ચરણીના રેટિંગ પૉઇન્ટ હવે ૮૦૪ થયા છે.
ICC T20 બોલિંગ રૅન્કિંગમાં ૮૦૦ પૉઇન્ટનો આંકડો પાર કરનાર તે પહેલી ભારતીય બોલર મેલ-ફીમેલ મળીને બની છે. વિમેન્સ T20 બોલિંગ રૅન્કિંગમાં અત્યાર સુધીના સર્વોચ્ચ રેટિંગ (૮૦૬ પૉઇન્ટ)ના ઑસ્ટ્રેલિયન ક્રિકેટર મેગન શટના રેકૉર્ડને તોડવાથી ત્રણ પૉઇન્ટ પાછળ છે.
ADVERTISEMENT
વિમેન્સ T20 બોલિંગ રૅન્કિંગમાં ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા ચાર સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમે પહોંચી છે. વિમેન્સ T20 બૅટિંગ રૅન્કિંગમાં શફાલી વર્મા એક સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા ક્રમે પહોંચી છે. સ્મૃતિ માન્ધના પાંચમા અને હરમનપ્રીત કૌર ૧૦મા ક્રમે જળવાઈ રહ્યાં છે.
