Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાલબાગચા રાજાને ભક્તોએ ચડાવ્યા ટોટલ ૬,૧૧,૯૬,૫૦૦ રૂપિયા રોકડા

લાલબાગચા રાજાને ભક્તોએ ચડાવ્યા ટોટલ ૬,૧૧,૯૬,૫૦૦ રૂપિયા રોકડા

Published : 30 September, 2026 09:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે સોના-ચાંદીના દાગીના અને અન્ય ભેટવસ્તુઓની જાહેર લિલામી

 ભેટ-સોગાદોની જાહેર લિલામીની તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે

ભેટ-સોગાદોની જાહેર લિલામીની તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે


મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ૯૩મા વર્ષના ઉત્સવની ભવ્ય પૂર્ણતા બાદ હવે ભક્તો દ્વારા ચડાવાયેલી ભેટ-સોગાદોની જાહેર લિલામીની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. મંડળના જણાવ્યા અનુસાર દાનપેટીઓમાં કુલ ૬,૧૧,૯૬,૫૦૦ રૂપિયાની રોકડ રકમ એકઠી થઈ છે. આ ભવ્ય દાન ભક્તોની લાલબાગચા રાજા પ્રત્યેની અપાર શ્રદ્ધા અને આસ્થા દર્શાવે છે.
દાનપેટીઓની વિગતો આપતાં મંડળે જણાવ્યું હતું કે ‘સ્ટેજ પર મૂકેલી દાનપેટીમાંથી ૩,૫૩,૪૨,૦૦૦ રૂપિયા, લાઇનની દાનપેટીઓમાંથી ૨,૪૨,૪૦,૦૦૦ રૂપિયા અને વિસર્જન દરમ્યાનની દાનપેટીમાંથી ૧૬,૧૪,૫૦૦ રૂપિયાની રોકડ રકમ પ્રાપ્ત થઈ છે. રોકડ સિવાય ગણેશભક્તોએ બાપ્પાનાં ચરણોમાં સોના અને ચાંદીના કીમતી દાગીના, વિવિધ ભેટવસ્તુઓ તેમ જ બે બાઇક અર્પણ કર્યાં છે. આ તમામ વસ્તુઓની હવે જાહેર હરાજી કરવામાં આવશે.’
આજે સાંજે પાંચથી રાત્રે ૧૦ વાગ્યા દરમ્યાન લાલબાગ માર્કેટ ખાતે આ જાહેર લિલામી પ્રક્રિયા યોજાશે. મંડળના કાર્યકરોએ તમામ ગણેશભક્તોને આ હરાજીમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે ખાસ આમંત્રણ આપ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK