Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારત અને અન્ય ૧૯ દેશોની કેટલીક સ્પેશ્યલિટી દવાઓ પર અમેરિકા ટૅરિફ નહીં લગાવે

ભારત અને અન્ય ૧૯ દેશોની કેટલીક સ્પેશ્યલિટી દવાઓ પર અમેરિકા ટૅરિફ નહીં લગાવે

Published : 30 September, 2026 11:52 AM | Modified : 30 September, 2026 12:58 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૯ સપ્ટેમ્બરથી પેટન્ટ ધરાવતી દવાઓ પર ૧૦૦ ટકા ટૅરિફ લાગુ થવાની તૈયારી વચ્ચે મોટી રાહત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાના વાણિજ્ય વિભાગે એક નોટિસ જાહેર કરીને મોટી જાહેરાત કરી છે કે ભારત સહિત ૨૦ દેશોમાંથી આયાત થતી કેટલીક સ્પેશ્યલિટી દવાઓ અને એના સંબંધિત ઘટકો પર કોઈ ઍડ વેલોરમ ટૅરિફ (મૂલ્યઆધારિત કર) લગાવવામાં નહીં આવે. અમેરિકા કેટલીક પેટન્ટ ધરાવતી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને એની સામગ્રીની આયાત પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે એવા સમયે આ જાહેરાતથી મોટી રાહત મળી છે.

આ શૂન્ય ટૅરિફનો લાભ દુર્લભ મેડિકલ સ્થિતિની સારવારમાં વપરાતાં ઉત્પાદનો, વંધ્યત્વની સારવાર, સેલ થેરપી, જીન થેરપી અને ઍનિમલ ફાર્માસ્યુટિકલ્સ માટે લાગુ થશે. આ દવાઓમાં વપરાતા ઘટકોને પણ છૂટ મળશે. ભારત ઉપરાંત આર્જેન્ટિના, બંગલાદેશ, કમ્બોડિયા, યુરોપિયન યુનિયન, જપાન, સાઉથ કોરિયા, વિયેટનામ સહિતના દેશોને પણ શૂન્ય ટૅરિફ કૅટેગરીમાં મૂકવામાં આવ્યાં છે.
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે બીજી એપ્રિલે અમેરિકામાં પેટન્ટ દવાઓ અને સંબંધિત ઘટકોની આયાત પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરી હતી. જોકે હવે વાણિજ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે કેટલીક જેનરિક પ્રોડક્ટ્સ આ ટૅરિફના દાયરામાં નહીં આવે. 


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 12:58 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK