Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જય અંબે બોલ : હિમેશ રેશમિયાએ કરીઅરમાં પહેલી વખત બનાવ્યો ગરબો

જય અંબે બોલ : હિમેશ રેશમિયાએ કરીઅરમાં પહેલી વખત બનાવ્યો ગરબો

Published : 30 September, 2026 11:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મ યે પ્રેમ મોલ લિયામાં એને આયુષ્માન ખુરાના અને શર્વરી પર ફિલ્માવામાં આવ્યો છે

ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નો હિસ્સો છે આ ગરબો

ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નો હિસ્સો છે આ ગરબો


આ નવરાત્રિ પર ગાયક-સંગીતકાર હિમેશ રેશમિયા એક નવો ગરબો લઈને આવ્યા છે. ‘જય અંબે બોલ’ જેવા શબ્દો ધરાવતો આ ગરબો સૂરજ બડજાત્યાની ૨૭ નવેમ્બરે રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નો હિસ્સો છે અને દર્શકોનું દિલ જીતી રહ્યો છે. આયુષ્માન ખુરાના અને શર્વરી પર ફિલ્માવવામાં આવેલો આ ગરબો હિમેશ રેશમિયાની મ્યુઝિક-કરીઅરનો પહેલો ગરબો છે.

‘જય અંબે બોલ’ ગરબાને શ્રેયા ઘોષાલ અને હિમેશ રેશમિયાએ પોતાનો અવાજ આપ્યો છે. મયૂર પુરીએ લખેલા આ ગરબાને હિમેશે પોતાના સંગીતથી વધુ ખાસ બનાવ્યો છે. ‘યે પ્રેમ મોલ લિયા’નો આ ગરબો ફિલ્મના ટાઇટલ ટ્રૅક બાદ રિલીઝ થયો છે. ૧૧ ઑક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે આ ગરબામાં લોકોને સારો એવો રસ પડ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK