Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતનું સેમી-ફાઇનલમાં પહોંચવાનું સપનું કાંગારૂઓએ કચડી નાખ્યું

ભારતનું સેમી-ફાઇનલમાં પહોંચવાનું સપનું કાંગારૂઓએ કચડી નાખ્યું

Published : 29 June, 2026 11:12 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિમેન્સ T20 વર્લ્ડ કપનો સૌથી મોટો ૧૭૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઑસ્ટ્રેલિયાએ ભારતને ૬ વિકેટે હરાવ્યું

ઍશ્લી ગાર્ડનર સાથે ૧૦૦ રનની ભાગીદારી કરનાર એલિસ પેરી ૩૮ બૉલમાં ૫૬ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.

ઍશ્લી ગાર્ડનર સાથે ૧૦૦ રનની ભાગીદારી કરનાર એલિસ પેરી ૩૮ બૉલમાં ૫૬ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.


ગઈ કાલે લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સાંજની મૅચમાં ગ્રુપ Aની એકમાત્ર અજેય ટીમ ઑસ્ટ્રેલિયાએ ૬ વિકેટની જીત સાથે ભારતને સેમી-ફાઇનલમાં પહોંચતા અટકાવ્યું હતું. ભારતના ૧૭૦/૪ના સ્કોર સામે ઑસ્ટ્રેલિયાએ ૧૯ ઓવરમાં ૧૭૨/૪નો સ્કોર કરીને વિમેન્સ T20 વર્લ્ડ કપનો સૌથી મોટો ૧૭૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઇતિહાસ રચ્યો હતો.



લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી, ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન


સાઉથ આફ્રિકા ગ્રુપ Aમાં ૮ પૉઇન્ટ અને +૦.૬૩૩ સાથે બીજા ક્રમે હોવાથી ભારતને સારા નેટ રનરેટ સાથે આ મૅચમાં જીતવાની જરૂર હતી. જોકે ૬ વખતની ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયાએ ભારતની આશા પર પાણી ફેરવી દીધું હતું.

કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૨૭ બૉલમાં ૬ ફોર અને ત્રણ સિક્સના આધારે ૫૬ રન કર્યા હતા. સ્મૃતિ માન્ધનાએ ૩૮ રન, શફાલી વર્મા અને જેમિમા રૉડ્રિગ્સે ૩૪-૩૪ રનનું યોગદાન આપ્યું હતું. ઑસ્ટ્રેલિયાની સ્પિનર સોફી મૉલિનૂને બે વિકેટ મળી હતી.


 પત્ની અનુષ્કા શર્મા સાથે મૅચ જોવા પહોંચ્યો હતો વિરાટ કોહલી

ઑસ્ટ્રેલિયાની એલિસ પેરી અને ઍશ્લી ગાર્ડનરે ચોથી વિકેટ માટે ૫૯ બૉલમાં ૧૦૦ રનની ભાગીદારી કરી હતી.એલિસ પેરીએ ૩૮ બૉલમાં ૫૬ રન અને ઍશ્લી ગાર્ડનરે ૨૯ બૉલમાં ૫૩ રન કર્યા હતા. ભારત તરફથી શ્રી ચરણીએ બે વિકેટ, રેણુકા સિંહ ઠાકુર અને દીપ્તિ શર્માએ ૧-૧ વિકેટ લીધી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 11:12 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK