ઇંગ્લૅન્ડની કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટ બની વિમેન્સ વન-ડે બૅટર નંબર વન
સ્મૃતિ માન્ધના, નૅટ સિવર બ્રન્ટ
ICC વિમેન્સ વન-ડે રૅન્કિંગની કેટલીક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. ભારતીય ટીમ સામેની વન-ડે સિરીઝમાં ૧૬૦ રન ફટકારનાર ઇંગ્લૅન્ડની કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટ (૭૩૧ પૉઇન્ટ) બે સ્થાનના ફાયદા સાથે વિમેન્સ વન-ડે બૅટરના લિસ્ટમાં નંબર વન બની છે, જ્યારે આ જ વન-ડે સિરીઝમાં ૧૧૫ રન ફટકારનાર ભારતીય વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના (૭૨૮ પૉઇન્ટ)ને રૅન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે.
વન-ડે સિરીઝમાં ૧૨૬ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બનેલી ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર (૬૪૫ પૉઇન્ટ) ૧૦ સ્થાનની છલાંગ લગાવી આ લિસ્ટમાં ૨૧માથી ૧૧મા ક્રમે પહોંચી છે. મિડલ ઑર્ડર બૅટર જેમિમા રૉડ્રિગ્સ બે સ્થાનના ફાયદા સાથે ૧૩મા ક્રમે છે. વન-ડે બોલર્સ રૅન્કિંગમાં ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (૬૫૦ પૉઇન્ટ) ચોથા ક્રમે જળવાઈ રહી છે.


