ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-ક્રિકેટની લોકપ્રિયતા અને જૂનમાં વરસાદની ઓછી શક્યતાને કારણે એ ફાઇનલ મૅચ માટે ફેવરિટ વેન્યુ બન્યું છે.
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઇંગ્લૅન્ડને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની આગામી ત્રણ ફાઇનલનું આયોજન કરવાનો અધિકાર આપ્યો છે એટલે કે વર્ષ ૨૦૨૧ (સધમ્પ્ટન), ૨૦૨૩ (ધ ઓવલ, લંડન) અને ૨૦૨૫ (લૉર્ડ્સ, લંડન) બાદ વર્ષ ૨૦૨૭, ૨૦૨૯ અને ૨૦૩૧ની WTC ફાઇનલ પણ ઇંગ્લૅન્ડના સ્ટેડિયમમાં રમાશે. ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-ક્રિકેટની લોકપ્રિયતા અને જૂનમાં વરસાદની ઓછી શક્યતાને કારણે એ ફાઇનલ મૅચ માટે ફેવરિટ વેન્યુ બન્યું છે.
ICCએ આ મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા
ADVERTISEMENT
ગઈ કાલે ICCની વાર્ષિક પરિષદમાં તિમોર લેસ્ટે અને ઝામ્બિયાના રૂપમાં બે નવા સભ્યોનું પણ સ્વાગત કર્યું જેમને અસોસિયેટ સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે જેનાથી ICC સભ્યોની કુલ સંખ્યા ૧૧૦ થઈ ગઈ છે.
તાલિબાન શાસનને કારણે દેશ છોડીને ભાગી ગયેલી અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટર્સને આગામી વન-ડે અને T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની તક મળશે, પણ એ ભાગીદારી કયા પ્રકારની હશે એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
અમેરિકન ક્રિકેટ બોર્ડને વ્યાપક વહીવટી સુધારાઓ કરવા માટે ત્રણ વધારાના મહિના આપવામાં આવ્યા છે. જો તેઓ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સહિત સિસ્ટમને વ્યવસ્થિત નહીં કરે તો તેમના પર પ્રતિબંધનો પણ ખતરો રહેશે.


