Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ઇન્ડિયાની ટીમમાં ગુરનૂર બરાડનો સમાવેશ, કુલદીપ યાદવ રિલીઝ

ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ઇન્ડિયાની ટીમમાં ગુરનૂર બરાડનો સમાવેશ, કુલદીપ યાદવ રિલીઝ

Published : 15 November, 2026 08:45 AM | Modified : 15 November, 2026 09:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજની અંતિમ મૅચ પહેલાં વન-ડે સ્ક્વૉડમાંથી બરાડને મુક્ત કરવામાં આવ્યો, ટેસ્ટ-ટીમમાંથી કુલદીપને છુટ્ટો કરવામાં આવ્યો, વેલિંગ્ટનમાં પંત ટીમ સાથે જોડાયો.

ઇન્ડિયાની ટીમમાં ગુરનૂર બરાડનો સમાવેશ

ઇન્ડિયાની ટીમમાં ગુરનૂર બરાડનો સમાવેશ


ન્યુ ઝીલૅન્ડ સામે ૧૯ નવેમ્બરથી શરૂ થનારી બે મૅચની આગામી ટેસ્ટ-સિરીઝ માટે ઇન્ડિયાની ટીમમાં ફાસ્ટ બોલર ગુરનૂર બરાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાંચ મૅચની વન-ડે સિરીઝની અંતિમ મૅચ પહેલાં તેને વન-ડે સ્ક્વૉડમાંથી રિલીઝ કરીને ટેસ્ટ-ટીમમાં સ્થાન અપાયું છે.

બીજી તરફ સ્પિનર કુલદીપ યાદવને ટેસ્ટ-સ્ક્વૉડમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, જેથી તે સ્વદેશ પરત ફરીને હાલમાં ચાલી રહેલી ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે. આ દરમ્યાન વિકેટકીપર-બૅટર રિષભ પંત વેલિંગ્ટનમાં ટેસ્ટ-સ્ક્વૉડના સભ્યો સાથે જોડાઈ ગયો છે.



ઇન્ડિયાની અપડેટેડ ટેસ્ટ સ્ક્વૉડ: શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જાયસવાલ, કે. એલ. રાહુલ (વાઇસ-કૅપ્ટન), દેવદત્ત પડિક્કલ, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને ગુરનૂર બરાડ.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2026 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK