રિઝલ્ટ ૩-૨થી ઇંગ્લૅન્ડના પક્ષમાં રહેશે. કોઈ પણ ટીમ સરળતાથી જીતી શકશે નહીં. પાંચેય મૅચમાં બન્ને ટીમ જબરદસ્ત ટક્કર આપશે.
ડેલ સ્ટેન
ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે આગામી ૨૦ જૂનથી શરૂ થનારી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ વિશે ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર ડેલ સ્ટેને મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘બધી મૅચ રસાકસીવાળી હશે, પરંતુ બધાનાં રિઝલ્ટ આવશે. મને લાગે છે કે રિઝલ્ટ ૩-૨થી ઇંગ્લૅન્ડના પક્ષમાં રહેશે. કોઈ પણ ટીમ સરળતાથી જીતી શકશે નહીં. પાંચેય મૅચમાં બન્ને ટીમ જબરદસ્ત ટક્કર આપશે.’
ભારતીય ટીમ છેલ્લે વર્ષ ૨૦૦૭માં ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-સિરીઝ જીતી હતી
ADVERTISEMENT
૨૦૦૭માં રાહુલ દ્રવિડની કૅપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડમાં ભારતીય ટીમે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ ૧-૦થી જીતી હતી. ત્યાર બાદ ૨૦૧૧, ૨૦૧૪ અને ૨૦૧૮માં રમાયેલી ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડે બાજી મારી હતી. બન્ને ટીમ વચ્ચે ઇંગ્લૅન્ડમાં રમાયેલી ૨૦૨૧-’૨૨ની પાંચ મૅચની સિરીઝ ૨-૨થી ડ્રૉ રહી હતી.


