ટીમના પર્ફોર્મન્સ ઍનલિસ્ટ જાતે જ મેદાનમાં ચારેય દિશામાં રિમોટ-કૅમેરા લગાડીને પ્લેયર્સના ડેટા મેળવીને કોચિંગ-સ્ટાફને આપી રહ્યા છે
પ્રૅક્ટિસ મૅચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને વિકેટ લેવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો
ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝની તૈયારીના ભાગરૂપે લંડનમાં ઇન્ડિયા-A અને સિનિયર ભારતીય ટીમ વચ્ચે ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર દિવસની આ પ્રૅક્ટિસ-મૅચમાં પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ સિવાય કોઈ પણ ફૅન્સ અને મીડિયાકર્મીને એન્ટ્રી આપવામાં આવી નથી.
બંધ બારણે રમાતી આ મૅચના લાઇવ સ્કોર અને લાઇવ ટેલિકાસ્ટની પણ મંજૂરી આપવામાં આવી નથી. ટીમના પર્ફોર્મન્સ ઍનલિસ્ટ જાતે જ મેદાનમાં ચારેય દિશામાં રિમોટ-કૅમેરા લગાડીને પ્લેયર્સના ડેટા મેળવીને કોચિંગ-સ્ટાફને આપી રહ્યા છે જેથી તેમની રમતમાં જરૂરી સુધારા કરી શકાય.
ADVERTISEMENT
વાઇસ-કૅપ્ટન રિષભ પંત વિકેટકીપિંગની સાથે જિમ્નૅસ્ટિક્સનાં કરતબ બતાવતો જોવા મળ્યો હતો.
આ મૅચ દરમ્યાન વાઇસ-કૅપ્ટન રિષભ પંત વિકેટકીપિંગની સાથે જિમ્નૅસ્ટિક્સનાં કરતબ બતાવતો જોવા મળ્યો હતો. અહેવાલ અનુસાર ઇન્ડિયા-Aના મુંબઈકર બૅટર સરફરાઝ ખાને આ મૅચમાં સેન્ચુરી ફટકારી હતી. સિનિયર ટીમમાંથી કે. એલ. રાહુલ અને કૅપ્ટન શુભમન ગિલે ફિફ્ટી ફટકારી હતી. ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરને કેટલીક વિકેટ મળી હતી, જ્યારે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને વિકેટ લેવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો.

