ભારત આ લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાથી હવે ૧૦ ટ્રોફી દૂર છે
ભારત પાસે ટોટલ ૧૭ ICC ટ્રોફી છે
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની મેન્સ, વિમેન્સથી લઈને અન્ડર-19 ટુર્નામેન્ટ્સમાં ઑસ્ટ્રેલિયા બાદ ભારતનો દબદબો વધારે રહ્યો છે. ઑસ્ટ્રેલિયન ટીમ ઓવરઑલ ૨૭ ટ્રોફી સાથે ICC ટુર્નામેન્ટ્સની સૌથી સફળ ટીમ છે. કાંગારૂઓની મેન્સ ટીમે ૧૦, વિમેન્સ ટીમે ૧૩ અને અન્ડર-19 મેન્સ ટીમે ૪ ICC ટ્રોફી જીતી છે.
ભારત આ લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાથી હવે ૧૦ ટ્રોફી દૂર છે. ભારત પાસે ટોટલ ૧૭ ICC ટ્રોફી છે એમાંથી મેન્સ ટીમે ૮, વિમેન્સ ટીમે ૧, અન્ડર-19 મેન્સ ટીમે ૬ અને અન્ડર-19 વિમેન્સ ટીમે બે ટ્રોફી જીતી છે. આ લિસ્ટમાં ત્રીજા ક્રમે ઇંગ્લૅન્ડની ટીમ છે જેણે ૯ ICC ટ્રોફી જીતી છે.
ADVERTISEMENT
મેન્સ ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયા ૬ વન-ડે વર્લ્ડ કપ, ૧ T20 વર્લ્ડ કપ, બે ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૧ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ જીત્યું છે. ભારતીય ટીમ બે વન-ડે વર્લ્ડ કપ, ૩ ચૅમ્પિયન્સ ટ્રોફી સહિત હવે ૩ T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ છે.
