Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્લડી ફેશ્યલ! : વૅમ્પાયર સ્કિન ટ્રીટમેન્ટ કરાવનારી મહિલાઓ HIVથી સંક્રમિત થઈ ગઈ

બ્લડી ફેશ્યલ! : વૅમ્પાયર સ્કિન ટ્રીટમેન્ટ કરાવનારી મહિલાઓ HIVથી સંક્રમિત થઈ ગઈ

29 April, 2024 10:03 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફેશ્યલ ડાઘ અને કરચલી દૂર કરીને સ્કિન-ટોન સુધારે છે એટલે એનો ક્રેઝ આજકાલ બહુ વધ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


ન્યુ મેક્સિકોમાં સુંદર દેખાવા માટે ફેશ્યલ કરાવનારી ત્રણ મહિલાઓ HIV એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસથી સંક્રમિત થઈ ગઈ હોવાની વાત સામે આવી છે. આ કોઈ નૉર્મલ ફેશ્યલ નહીં પણ વૅમ્પાયર ફેશ્યલ હતું. વૅમ્પાયર ફેશ્યલ એક લોકપ્રિય સ્કિન ટ્રીટમેન્ટ છે જેમાં વ્યક્તિનું લોહી લઈને એમાંથી પ્લેટલેટ્સ અલગ કરવામાં આવે છે અને એને નાની સોયનો ઉપયોગ કરીને ચહેરા પર ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ ફેશ્યલ ડાઘ અને કરચલી દૂર કરીને સ્કિન-ટોન સુધારે છે એટલે એનો ક્રેઝ આજકાલ બહુ વધ્યો છે. જોકે સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના રિપોર્ટમાં થયેલા ખુલાસાએ આવી ‘બ્લડી’ ટ્રીટમેન્ટ કરાવતા લોકોને ચિંતામાં નાખી દીધા છે, કારણ કે HIVથી જ જીવલેણ AIDS એટલે અ‍ૅક્વાયર્ડ ઇમ્યુન ડેફિશ્યન્સી સિન્ડૉમ થાય છે.
૨૦૧૮માં ત્રણ મહિલાઓને પોતે HIV પૉઝિટિવ છે એવી જાણ થઈ હતી. જોકે તે એવા કોઈ સંભવિત પરિબળોના સંપર્કમાં આવી નહોતી જેનાથી HIV થાય. મહિલાએ બાદમાં પોતે વૅમ્પાયર ફેશ્યલ દરમ્યાન ઇન્જેક્શનના સંપર્કમાં આવી હોવાનું જણાવ્યું હતું. તપાસમાં એવું સામે આવ્યું કે આ સ્પામાં ઇન્જેક્શન દૂષિત હતાં અને ઇન્ફેક્શન કન્ટ્રોલ પ્રોસીજરનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું.  


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK