પોલીસે ત્રણે લોકોની હત્યા માટે યુવકની ધરપકડ કરી છે.
એકસાથે પરિવારના સભ્યોનાં મૃત્યુ અને તેમના મૃત્યુ પછી મળનારી મોટી વીમાની રકમને કારણે પોલીસને શંકા ગઈ
ઉત્તર પ્રદેશના હાપુડમાં એક માણસે પૈસા માટે જન્મદાતાઓને જ દગો દીધો હતો એટલું જ નહીં, તેણે પોતાની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. વાત એમ હતી કે યુવકના પિતાની આવક બારથી ૧૫ લાખ રૂપિયા હતી, પરંતુ તેમણે અલગ-અલગ કંપનીઓમાંથી લગભગ ૪૦ કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો હતો. એ વીમાના પૈસા પડાવવા માટે યુવકે પોતાના જ પેરન્ટ્સની એક પછી એક હત્યા કરી નાખી અને ત્યાર બાદ પત્નીને પણ મારી નાખી. આ બધું તેણે ઍક્સિડન્ટ લાગે એવી રીતે ગોઠવ્યું હતું, પરંતુ એકસાથે પરિવારના સભ્યોનાં મૃત્યુ અને તેમના મૃત્યુ પછી મળનારી મોટી વીમાની રકમને કારણે પોલીસને શંકા ગઈ. પોલીસે ત્રણે લોકોની હત્યા માટે યુવકની ધરપકડ કરી છે.


