Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ચોર તો દયાળુ નીકળ્યો! લક્ઝુરિયસ કાર ઉઠાવી ગયો, પણ એમાં રાખેલાં અસ્થિ આપવા પાછો આવ્યો

આ ચોર તો દયાળુ નીકળ્યો! લક્ઝુરિયસ કાર ઉઠાવી ગયો, પણ એમાં રાખેલાં અસ્થિ આપવા પાછો આવ્યો

07 May, 2024 09:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની મમ્મીનું તાજેતરમાં મૃત્યુ થયું હતું અને તેણે અસ્થિને કારમાં મૂકી રાખ્યાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લૉરિડામાં રહેતા એક માણસની કાર ચોરાઈ જતાં તે ભાંગી પડ્યો હતો. લૅરી કાર્ટર હાઇ-એન્ડ કાર હતી, જે તેના ઘરની બહારથી ઊપડી ગઈ હતી. જોકે લૅરીને લાખોની કિંમતની લક્ઝુરિયસ કાર ગુમાવવા કરતાં તેનાં મમ્મીનાં અસ્થિ ગુમાવવાનું દુઃખ વધારે હતું. તેની મમ્મીનું તાજેતરમાં મૃત્યુ થયું હતું અને તેણે અસ્થિને કારમાં મૂકી રાખ્યાં હતાં. જોકે કાર ચોરનારો દયાળુ નીકળ્યો અને તે અસ્થિ પાછાં મૂકી ગયો હતો. લૅરીને આ જોઈને આશ્ચર્ય અને એક રીતે રાહત થયાં હતાં. તેણે કહ્યું કે આ ચોર હૃદયનો સારો છે કે મારી મમ્મીનાં અસ્થિ પાછાં આપવા આવ્યો; મને કાર પણ મળી જાય એવી આશા છે, કેમ કે એ કાર પણ મારી મમ્મીને સમર્પિત હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK