જોકે આ જીન્સનું લાઇટર વર્ઝન ૫૦,૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે
અજબગજબ
પી સ્ટેઇન જીન્સ
જીન્સમાં જ્યારે ટેપર્ડ એટલે કે ઢીંચણેથી ફાટેલા પૅન્ટનો ટ્રેન્ડ શરૂ થયો ત્યારે ઘણા લોકોને વાંધા પડ્યા હતા, પણ હવે ટેપર્ડ જીન્સની પૅટર્ન સામાન્ય છે. હવે અમેરિકાની માર્કેટમાં પી સ્ટેઇન જીન્સનો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે. આ ટાઇપના જીન્સમાં જાણે પૅન્ટમાં સુસુ કર્યું હોય એ પ્રકારની પૅટર્ન જોવા મળે છે. જૉર્ડન લુકા નામની અમેરિકન બ્રૅન્ડ દ્વારા આ પ્રકારનાં જીન્સ ઑનલાઇન વેચવા માટે મુકાયા બાદ ચપોચપ વેચાઈ ગયાં હતાં. જોકે આ જીન્સનું લાઇટર વર્ઝન ૫૦,૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ઑનલાઇન દુનિયામાં ઘણા લોકોએ પી સ્ટેઇન જીન્સની ટીકા કરી હતી તો ઘણાએ રમૂજ પણ કરી હતી. એક જણે લખ્યું હતું કે નૉર્મલ જીન્સમાં પણ સુસુ કરી લીધા પછી આવી ડિઝાઇન બની શકે છે, ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવવાની જરૂર નથી. જોકે ૨૦૨૧માં વેટ પૅન્ટ નામની કંપનીએ પણ આ ટાઇપનાં જીન્સ માર્કેટમાં લૉન્ચ કર્યાં હતાં.